Obese 93 policemen put in head quarters, now trying to lose weight | મેદસ્વી 93 પોલીસ કર્મી હેડ ક્વાર્ટરમાં મૂકી દેવાયા,હવે વજન ઉતારવા પ્રયાસ

Spread the love

વડોદરા30 મિનિટ પેહલાલેખક: નીરજ પટેલ

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર

  • અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાંભ જવાનો હેડ ક્વાર્ટરમાં ફરજ પર
  • હેડ ક્વાર્ટરમાં બિન હથિયારધારી જવાનોની સંખ્યા 168 થઈ

પોલીસ હેડ ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં હાલ પોલીસ જવાનો ફરજ બજાવે છે. જેમાં વધુ વજન ધરાવતા અને વિવાદોમાં આવી સજાના ભાગરૂપે હેડ ક્વાર્ટરમાં મૂકાયેલા બિન હથિયાર ધારી જવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં બેઠક મળશે, જેમાં સમીક્ષા બાદ યોગ્ય જવાનોને પોલીસ મથકોમાં મૂકાશે.

સામાન્ય રીતે હેડ ક્વાર્ટરમાં હથિયાર ધારી પોલીસ જવાન ફરજ બજાવતા હોય છે, જે કોર્ટના જાપ્તામાં જેલમાંથી કેદીને અદાલત સુધી લાવી અને પરત જેલમાં લઈ જાય છે, તેમની સંખ્યા મર્યાદિત હોય છે. જોકે શહેર પોલીસના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ બિન હથિયાર ધારી 168 જેટલા જવાન ફરજ બજાવી રહ્યા છે.

જેમાં વધુ વજન ધરાવતા અને ઊંચો બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા જવાનો સૌથી વધુ છે. એક સમયે 153 કર્મી આવ્યા હતા, હાલ 93 છે. સરકારની સૂચના બાદ દરેક પોલીસ કર્મીની તબીબી તપાસ થઈ હતી અને વધુ વજન ધરાવતા જવાનોની હેડ ક્વાર્ટર બદલી કરાઈ હતી. જ્યાં તેમને યોગ-કસરત તેમજ ડાયેટિંગથી વજન ઉતારવા સલાહ આપી સુવિધા અપાતી હતી.

જ્યારે એક યા બીજા કારણોસર વિવાદોમાં આવેલા અને ફરજમાં બેદરકારી બદલ સજાના ભાગરૂપે પણ પોલીસ કર્મીને હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી, જે સંખ્યા હાલ 75 છે. આવા પોલીસ કર્મી લાંબા સમયથી હેડ ક્વાર્ટરમાં હોવાથી તેમનામાં કચવાટ જોવા મળતો હતો. જોકે નવા કમિશનર આવતાં તેમને આશા જાગી હતી અને પુન: સમીક્ષા થાય તેની રાહ જોઈ રહ્યા છે.

60 કર્મચારીઓને પરત પોલીસ સ્ટેશને મોકલાયા
વધુ વજન – 27 થી વધુ BMI
153 મહિલાઓ સહિત પોલીસ કર્મીઓ

ત્રણ મહિનામાં યોગ, કસરત અને ડાયેટિંગ કરી વજન ઉતાર્યુ 60 પોલીસ કર્મીઓનો પરત પોલીસ મથકે મોકલાયા છે.

વિવાદ અને ફરજમાં બેદરકારી 75 બિન હથિયારીધારી પોલીસ કર્મીઓને હેડ ક્વાર્ટરમાં મોકલાયા

ટૂંક સમયમાં સમીક્ષા થશે
પોલીસ કર્મીઓએ સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. હેડ ક્વાર્ટરમાં રહેલા કર્મીઓની સમીક્ષા થશે. સજાના ભાગરૂપે આવેલા પર આરોપ અને બેદરકારી નિર્ણય લઈ તેમને પુનઃ પોલીસ મથકોમાં મૂકવામાં આવશે. > અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર

પોલીસ કર્મચારીઓની નોકરી પોલીસ મથકોમાં બોલાય છે
વધુ વજન ધરાવતા 93 પોલીસ કર્મીઓ હેડ ક્વાર્ટરમાં દરરોજ વહેલી સવારે યોગ, કસરત અને ડાયેટિંગ માટે પહોંચી જાય છે. જોકે મહેકમમાં તેમની ફરજ જે તે પોલીસ મથકોમાં બોલે છે. મનપસંદ સ્થળે ફરજ બજાવવા આ કર્મી રોજ મહેનત કરે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *