ભુજ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરદાર પટેલ સ્કૂલ, દુધઈ (9, 17/8): જન શિક્ષણ સંસ્થાને તિરંગા યાત્રા યોજી હતી. બિજેન્દર સિંઘ, ઇલાબેન સોલંકી, પ્રવીણ પરમાર વગેરે જોડાયા હતા
સબ પોસ્ટ ઓફિસ, નખત્રાણા: સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર હર્ષદ પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સંચાલન દવેભાઈ તથા આભાર વિધિ એમ.આર. મોદીએ કરી હતી.
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ : બાલ કલ્યાણ સમિતિના ચેરમેન દીપાબેન લાલકા અને સમાજ સુરક્ષા હસ્તકની સરકારી સંસ્થા/કચેરીના મહિલા કર્મચારીગણના હસ્તે ત્રિરંગો લહેરાવ્યો હતો.
જૈન નૂતન પ્રાથમિક શાળા માંડવી: છાત્રોએ રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી હતી. જેને દિનેશ શાહે શરૂઆત આપી હતી.
એકલો જાને રે, ભુજ : મગનભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ જલારામ અમૃત જળ પરબ ખાતે આઝાદી પર્વની ઉજવણી કરાઈ હતી.
શાહે જીલાન યુવક મંડળ, ભુજ: સંજોગ નગર પ્રા.શાળા નં.16 દ્વારા કરાયેલી ઉજવણીમાં કિશોર જેઠીએ ધ્વજ ફરકાવ્યો હતો.
રાવલવાડી પં.પ્રા. શાળા, ભુજ : ધ્વજ વંદન નગરસેવિકા મનિષાબેન સોલંકી અને તેજસ્વીની છાત્રાના હસ્તે કરાયું હતું. ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજ દ્વારા જરૂરિયાતમંદ 10 છાત્રોને યુનિફોર્મ આપ્યા હતા.
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ : આલા હઝરાત ટ્રસ્ટના મદ્રેસામાં પ્રમુખ અબ્દુલ રાયમાના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સૈયદ અશફરશા બાવા નજ્જમુલ્લ હસનશા બાવા, ઇકબાલ શા બાપુ વગેરે હાજર રહ્યા હતા.
રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા : મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીના હસ્તે તિરંગો લહેરાવ્યો હતો.
દાવતે ઇસ્લામી ઇન્ડિયા, ભુજ : મદ્રેસાના છાત્રોએ તિરંગા યાત્રા યોજી હતી. મસ્જિદ ચોક ખાતે દેશની શાંતિ, પ્રગતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરાઈ હતી.
દુન પબ્લિક સ્કૂલ, માધાપર: ટ્રસ્ટી અવનીશ ઠક્કરે ધ્વજવંદન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શહીદોને યાદ કરાયા હતા. કેડેટ્સેસ પરેડની સલામી અને શાળામાં નવા ચૂંટાયેલ પ્રતિનિધિઓની શપથ વિધિ કરાઇ હતી. જયંતી ઠક્કર, નેહા ઠક્કર, દીપેશ ઠક્કર, સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
તરા પં.પ્રા. શાળા : સરપંચ બટુકસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મંગળ કટુઆ, ભરત મહેશ્વરી, બિપીન વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રામદેવ સેવાશ્રમ પાલારા, કચ્છ : સંસ્થા આયોજિત તિરંગા રેલીમાં માનસિક દિવ્યાંગો જોડાયા હતા. પ્રવીણ ભદ્રા, મીનાબેન ભદ્રા, પ્રબોધ મુનવર, ઇલાબેન વૈષ્ણવ, આરતી જોષી વગેરે જોડાયા હતા.
લોહાણા બાળાશ્રમ, માંડવી : પ્રમુખ હરીશ ગણાત્રાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શશીકાંત ચંદે, જયેશ સોમૈયા, હસમુખ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા.
કોમન સર્વિસ સેન્ટર, બિદડા: સી.એસ.સી. ટીમ અન્સ આસપાસના વ્યાપારીઓ ઉજવણીમાં જોડાયા હતા.
પ્રા.શાળા ખાનાય તથા સોઢા કેમ્પ: સરપંચ જયદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. છાત્રોએ પ્રભાત ફેરી યોજી હતી.
સંસ્કાર સ્કૂલ, મુન્દ્રા : દિલીપ ગોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. હરેશ કેલા, નેહાબેન જોષી, દીપ્તિબેન ગોર, ધરતીબેન, સુજાતા ગાયકવાડ, સુમિત્રા ભારદ્વાજ વગેરે જોડાયા હતા.
પ્રા. શાળા બાલાપર તથા બુડધ્રો : સરપંચ વીરબાઈ ગઢવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. છાત્રોએ પ્રભાત ફેરી યોજી હતી.
વાગડ રઘુવંશી પરિવાર યુવા સંગઠન, ભુજ : સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. સમાજના બાળકોએ દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કર્યા હતા. પ્રમુખ રમેશ મજેઠીયા, મુકેશભાઈ ચંદે, હિતેશ મજેઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
માં આશાપુરા વિદ્યા સંકુલ, ભુજ: દિલાવરસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. 17 વિભાગની કૃતિઓ રજૂ કરાઈ હતી. જેમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હકૂમતસિંહ જાડેજા, પુષ્પદાન ગઢવી, પ્રવિણસિંહ વાઢેર, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
એન્કર વાલા સરસ્વતી વિદ્યા સંકુલ, ભુજ : ડો.જયંતિ ભાડેસિયાની ઉપસ્થિતિમાં ભારત માતાનું પૂજન કરાયું હતું. રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા અને ધ્વજ વંદન કરાયું હતું. પ્રસાદી ભવન અને સંતોષી ભવન વિદ્યાલયની સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરાઈ હતી.
સરકારી અંધશાળા ભુજ : વેલજી મહેતાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. હિરેન દોશી, ચિંતન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
પ્રા.શાળા ખાનાય તથા સોઢા કેમ્પ
સરકારી અંધશાળા, ભુજ
દાવતે ઇસ્લામી ઇન્ડિયા, ભુજ
કોમન સર્વિસ સેન્ટર, બિદડા
ઇન્દ્રાબાઇ હાઇસ્કૂલ
શાહે જીલાન યુવક મંડળ, ભુજ
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ
જૈન નૂતન પ્રાથમિક શાળા માંડવી
દુન પબ્લિક સ્કૂલ, માધાપર
લોહાણા બાળાશ્રમ, માંડવી
બાલાપર – ધ્રુબડો પ્રા.શાળા
એન્કર વાલા સરસ્વતી વિદ્યા સંકુલ, ભુજ
રાવલપિંડી પ્રા.શાળા
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ
.