Heavy collision between rickshaw and car | ભાટીયા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

Spread the love

દ્વારકા ખંભાળિયા7 કલાક પેહલા

  • કૉપી લિંક

કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે આજરોજ એક છકડો રીક્ષા તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રહેતા શ્રમિકો સાથેનો એક છકડા રીક્ષા આજે રાવલ ગામથી નંદાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભાટીયા ગામે પહોંચતા ઓવરબ્રિજ નજીક આ છકડા રીક્ષા તેમજ આ માર્ગ પર જઈ રહેલી એક કારની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છકડા રિક્ષાનો તેમજ કારના આગળના મહોરાનો બુકડો બોલી ગયો હતો.

આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા આશરે 19 જેટલા મુસાફરો પૈકી બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ તથા ઇમરજન્સી 108 દ્વારા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી.

આ માટે ખંભાળિયાથી બે તેમજ કલ્યાણપુર અને રાણની મળીને કુલ ચાર એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલાઓને ખંભાળિયા લાવવામાં આવ્યા હતા. જો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *