સુરત9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત શહેરમાં વાહનો પર સ્ટંટ કરતા વાહનચાલકો અને પોતાના બાળકોનો જીવ જોખમમાં મૂકાય તે રીતે વાહન ચલવતા હોવાના વીડિયો અવારનવાર વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં બ્રિજ પર એક મોપેડ પર જીવ જોખમમાં મૂકાય તેમ નાની બાળકીને ઉભા રાખી પિતા મોપેડ હંકારતો હતો. જેનો વીડિયો અન્ય રાહદારીએ બનાવી વાઇરલ કર્યો હતો. જોકે, આ વીડિયો વાઇરલ થતા રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મોપેડ ચલાવનાર બાળકીના પિતાની અટકાયત કરી માફી મંગાવી હતી. સાથે જ તેની પાસે અન્યને આવું ન કરવા અપીલ કરાવી હતી.
પિતાએ બાળકનો જીવ જોખમમાં મુકી વાહન હંકાર્યું
સુરત શહેરમાં વાહનો પર સ્ટંટ કરતા ઈસમોનો વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ આવા સ્ટંટબાજો સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. તેમ છતાં કેટલાક વાહનચાલકો પોતાના તેમજ બાળકોના જીવ જોખમમાં મુકીને વાહન હંકારતા જોવા મળી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયો બાદ રાંદેર પોલીસે કાર્યવાહી કરી હતી.
થોડીક પણ બેદરકારી બાળકને ભારે પડી શકે તેમ હતી
સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ખુબ જ ચોકાવનારો અને વાહન ચાલકની ગંભીર બેદરકારી કહી શકાય તે પ્રકારનો હતો. કારણ કે, મોપેડ ચાલક હેલમેટ પહેર્યા વગર મોપેડ હંકારી રહ્યો છે. આ સાથે તેની પાછળ એક નાનું બાળક તેના ખભે ટેકો દઈને ચાલુ મોપેડ પર ઉભું હતું અને આગળ પાછળથી અન્ય વાહનો પસાર થઇ રહ્યા છે. ત્યારે થોડીક પણ બેદરકારી બાળકને ભારે પડી શકે તેમ હતી.
વીડિયો વાઇરલ થતા રાંદેર પોલીસ હરકતમાં આવી
આ વીડિયો વાઇરલ થતા રાંદેર પોલીસ હરકતમાં આવી હતી. રાંદેર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી મોપેડ ચાલક સુધી પહોચી હતી. જેમાં મોપેડ ચાલક અનીશ સુલેમાન પટેલ (ઉં.વ.36) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બાળક અંગે પૂછપરછ કરતા મોપેડની પાછળ જોખમી રીતે ઉભેલી તેની દીકરી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે પિતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પિતાને પોતાની ભૂલ સમજાતા માપી માગી
મોપેડમાં જોખમી રીતે પોતાની દીકરીને સવારી કરાવતા પોતાની ભૂલ પિતાને સમજાઈ હતી. પોલીસ મથકમાં આ કાર્ય અંગે માંફી માંગી હતી. તેમજ આ પ્રકારની ભૂલ બીજી વખત નહિ કરવાની વાત જણાવી હતી. તેમજ અન્ય લોકોને પણ આ પ્રકારની બેદરકારી ન રાખવા અને ભૂલ ન કરવા અપીલ કરી હતી.
પિતાએ પોલીસની માફી માંગી.