સુરત26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વિંગે ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા એફએમસીજી સેક્ટરની એક કંપનીની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ લીધી હતી. જેમાં લેડીઝ વિંગના ચેરપર્સન મનિષા બોડાવાલા, કો–ચેરપર્સન ગીતા વઘાસિયા અને સેક્રેટરી પ્લવનમી દવે સહિત 40 જેટલી મહિલા સાહસિકોએ પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેક્ચરિંગ અને પેકિંગ વિશે જાણકારી મેળવી હતી. કંપનીના સપના સાસપરાએ લેડીઝ વિંગને આવકારી પ્રોડકશન યુનિટની વિઝિટ કરાવી હતી.
ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. કંપનીમાં મુગ દાલ, ચના દાલ, ભાકરવડી, ચિપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગ્વાવા સહિતના જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી.
પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો લેડીઝ વિંગની મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ કંપનીમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિષે મહિલાઓએ માહિતી મેળવી હતી.
.