Behind Gandhinagar ST depot, three minors robbed at knifepoint, police registered a case and started investigation | ગાંધીનગર એસ.ટી ડેપોની પાછળ ત્રણ ઈસમો સગીરને છરી અણીએ લૂંટી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

Spread the love

ગાંધીનગર6 કલાક પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગર એસ.ટી ડેપોની પાછળ આવેલ એપ્રોચ રોડ ઉપરથી પસાર થઈ રહેલા 17 વર્ષના સગીરને આંતરીને ત્રણ ઈસમોએ છરીની અણીએ સ્કૂલ બેગ, લેપટોપ, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તેમજ ચાંદી લકી મળીને કુલ રૂ. 19 હજાર 500 ની મત્તા લુંટી લઈ ફરાર થઈ જતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણસાના સમો ગામમાં રહી ઓટો કન્સલટન્ટનો ધંધો કરતાં મહેંદ્રસિંહ હમીરસિંહ ચાવડા 17 વર્ષીય દીકરો છેલ્લા ત્રણેક મહિનાથી ગાંધીનગર સેકટ૨ – 11 માં આવેલ યુનાઈટેડ ઓવરસીઝમાં IELTS ના ક્લાસ કરે છે. અને બસમાં અપડાઉન કરે છે. આજરોજ સવારના આશરે દસેક વાગે તેમનો દીકરો ઘરેથી કલાસમાં આવવા નિકળ્યો હતો.

ત્યારે બપોરના બાર વાગ્યાના અરસામાં મહેંદ્રસિંહને તેમના ભત્રીજાએ ફોન કરીને કહ્યું હતું કે, 17 વર્ષના દીકરાને અજાણ્યા ત્રણ ઈસમોએ ચપ્પુ બતાવીને બેગ, લેપટોપ, મોબાઈલ ફોન, હાથમાં પહેરેલ ચાંદીની લક્કી તથા સ્માર્ટ વોચ લુંટી લઈ નાસી ગયા છે. આથી મહેંદ્રસિંહ તાત્કાલિક ગાંધીનગર દોડી આવ્યા હતા.

ત્યારે તેમના દીકરાએ કહ્યું હતું કે,આજરોજ સવારના આશરે સાડા અગિયારેક ગાંધીનગર એસ.ટી.ડેપોમાંથી ચાલતો ચાલતો એસ.ટી ડેપોની પાછળ આવેલ એપ્રોચ રોડ ઉપરથી મારા ક્લાસે જતો હતો. એ દરમ્યાન એક અજાણ્યો ઈસમ ચાલતો ચાલતો પાસે આવીને હિન્દીમાં કહેવા લાગલે કે, “મને નોકરીમાંથી કાઢી મુકેલ હોય મારી પાસે પૈસા નથી અને મારે ઘરે જાઉ છે તો મને 300-400 રૂપિયા આપ.

આ દરમ્યાન બીજો એક અજાણ્યો ઈસમ લાલ કલરની સ્કૂલ બેગ ભરાવીને ચાલતો ચાલતો તેની જોડે ગયો હતો. અને ચપ્પુ બતાવીને સ્કૂલ બેગ લઈ લીધી હતી. અને જેમાં DELL કંપનીનું લેપટોપ, અસલ ડોક્યુમેન્ટસ હતા. ઉપરાંત ખિસ્સામાંથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, ચાંદીની લક્કી, સ્માર્ટ વોચ કાઢીને લીધી હતી. એટલામાં ત્રીજો ઈસમ બાઇક લઈને આવતા ત્રણેય જણા લાલ કલરની સ્કૂલ બેગ નાખીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *