Checking in multiplex hotel restaurants in different areas of Ahmedabad, non-veg and Panipuri lorries will also be checked. | અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા મલ્ટિપ્લેક્સ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ, નોનવેજ અને પાણીપુરીની લારીઓ પર પણ ચેકિંગ થશે

Spread the love

અમદાવાદ5 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં શનિ-રવિ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ, મોલ- મલ્ટીપ્લેક્સ અને ખાણીપીણી બજાર મમાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની વિવિધ ટીમો દ્વારા સાંજે 7 વાગ્યા બાદ વિવિધ મોલ- મલ્ટિપ્લેક્સ, ખાણીપીણી બજાર વગેરે જગ્યાએ ચેકિંગ કર્યું હતું. કેટલીક જગ્યાએથી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી. ગત અઠવાડિયામાં ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પહેલા સેમ્પલમાંથી કુલ છ જેટલા નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. અમદાવાદ શહેરમાં નોનવેજનું વેચાણ કરતી દુકાનો હોટલ રેસ્ટોરન્ટ પાણીપુરીની લારીઓ અને વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાં આગામી દિવસોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે, તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયામાં 443 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજોના 54 સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી બેકરીમાં 8, દૂધ- દૂધની વસ્તુઓ 10, ફરાળી વસ્તુઓના 14, મસાલા 10, બેસન મેંદાના 2, અન્ય 7 મળી કુલ 54 નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

એક અઠવાડિયામાં 211 એકમોને નોટિસ આપી ​​​​​​​
છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 211 નોટિસ આપી હતી. 426 કિલોગ્રામ અને 435 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 16 જેટલા ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 40000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 549 જેટલા લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

6 સેમ્પલ અપ્રમાણિત – સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા
​​​​​​​ક્રિશ્ના માર્કેટિંગ, જુના માધુપુરાનું ગાયનું ઘી, જુગાડી સ્પોટ, વસ્ત્રાલનો ટોમેટો સોસ, ચારભુજા પ્રોવિઝન સ્ટોર્સ, જીવરાજપાર્કના ફ્રાયમ્સ, મેક્સલાઈફ ફોર્મ્યુલાશન, બોપલના કેલ્શિયમ સાઇટ્રેટ અને ફેરસ એસ્કોર્બેટ તેમજ લક્ષ્મી કિરાણા સ્ટોર્સ, વાસણાના ફ્રાયમ્સ

​​​​​​​

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *