એક કલાક પેહલા
- કૉપી લિંક
ભારતના ભુતપુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટે જન્મ દિવસ છે. સ્વ. રાજીવ ગાંધી એક વિચારશીલ રાજનેતા તરીકે માનવામાં આવતા હતા. સ્વ. રાજીવ ગાંધીએ ભારતમાં કોમ્પ્યુટર સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સની(સી-ડોટ)ની સ્થાપના કરી હતી અને સી-ડોટના માધ્મયથી ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પાયો નાખ્યો હતો.
ટેલીફોનના પીસીઓ બુથની શરુઆત
કોંગ્રેસની સતાવાર યાદી મુજબ સ્વ. રાજીવ ગાંધી સાયન્સ અને ટેકનોલોજીનો મહિમા સમજતા હતા, એટલે જ ભારતની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમના પથ પર ભારતને આગળ લઈ જવા માટે ઉત્સુક હતા. આજે ભલે સૌ કોઈના હાથમાં મોબાઈલ છે, પરંતુ સ્વ.રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યકાળમાં ટેલીફોનથી વાત કરવી એ એક કલ્પના જ કહેવાતી, પરંતુ સેન્ટર ફોર ડેવલપમેન્ટચ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના બાદ સ્વ. રાજીવ ગાંધીની સરકારે શહેરોથી ગામ ટેલીફોનના પીસીઓ બુથ શરુઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ
સ્વ. રાજીવ ગાંધી સ્પષ્ટ માનતા કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની મદદ વિના દેશમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકશે નહીં. રૂઢીચુસ્ત માનસિકતાવાળા લોકો દ્વારા કોમ્પ્યુટરનો ખુબ વિરોધ હોવા છતાં સ્વ. રાજીવ ગાંધીની સરકારે ભારતમાં સુપર કોમ્પ્યુટર, દરેક ઓફિસમાં અને ઘેર-ઘેર પહોંચાડ્યા, એટલું જ નહીં ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ફેલાવમાં મહત્વની ભૂમિકા નિભાવી.
રાજીવ ગાંધી રાજનીતિમાં પ્રવેશ નહોતો કરવો
વિશ્વમાં સ્વ. રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે 40 વર્ષની વયે દેશનું નેતૃત્વ કર્યું હોય. દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો. રાજીવ ગાંધી એવા રાજનીતિક પરિવાર સાથે સંબંધિત હતા, જેમની ચાર પેઢીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સેવા કરી, તેમ છતાં સ્વ. રાજીવ ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ નિયતિએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરાવી જ દીધો.
રાજીવ ગાંધીના માતાની હત્યા
માતાની ક્રૃર હત્યા થઈ, બાદમાં સ્વ. રાજીવ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું અને દેશના વડાપ્રધાનની જવાબદારી સ્વીકારી. નવેમ્બર 1982માં જ્યારે ભારતને એશિયન ગેઈમ્સનું યજમાન પદ મળ્યું, ત્યારે સ્ટેડિયમના નિર્માણ અને અન્ય બુનિયાદી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્વ. રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી. સ્વ. રાજીવ ગાંધીએ ક્ષમતા અને સમન્વયતાથી સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી અને ભારતની ક્ષમતાનો દુનિયાને પરિચય કરાવ્યો હતો.
સ્વ. રાજીવ ગાંધીની વડાપ્રધાન તરીકેની કરેલા કામો
18 વર્ષે આપ્યો મતાધિકાર-લોકશાહીનું નવસર્જન : દેશમાં પહેલાં મતદાન કરવાની વયમર્યાદા 21 વર્ષની હતી. રાજીવ ગાંધીની સરકારે 1989માં 61માં સુધારા થકી મત (વોટ) આપવાની વયમર્યાદા 21થી ઘટાડીને 18 વર્ષની કરી.
કોમ્પ્યુટર ક્રાંતિ : છેવાડાના માનવી સુધી પહોંચવા કોમ્યુનિકેશન ક્રાંતિ, મોબાઈલ ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્રાંતિ થકી ભારતને વિશ્વમાં અગ્ર હરોળમાં લાવીને મૂકી દીધું.
પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયા નાખ્યો : રાજીવ ગાંધી માનતા કે પંચાયતી રાજવ્યવસ્થા મજબૂત થશે નહીં, ત્યાં સુધી લોકશાહીનો લાભ ગામડાંઓને મળશે નહીં. રાજીવ ગાંધીની સરકારે પંયાચતી રાજ-વ્યવસ્થાને સંપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કર્યો. આમ, દેશમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાનો પાયા નાખ્યો.
લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને 33 ટકા અનામત આપી સુનિશ્ચિત કરી. જેના પરિણામે ભારત દેશમાં કેટલાક ગામડાઓમાં મહિલાઓ ગ્રામ્ય પંચાયતમાં સરપંચ તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
નવી શિક્ષણ નીતિ : રાજીવ ગાંધીની સરકારે 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિમાં જાહેરાત કરી. આ અંતર્ગત દેશભરમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનું આધુનિકીકરણ અને વિસ્તરણ થયું. તેમજ દેશમાં કોમ્પુટર શિક્ષણ શરુ કરવામાં આવ્યું. વિશ્વભરમાં ‘ડિસ્ટન્સ એન્ડ ઓપન એજ્યુકેશન’નો કન્સેપ્ટ પ્રચલિત હતો, ત્યારે રાજીવ ગાંધીએ અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતના યુવાનોને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની(ઈગ્નૂ) સ્થાપના કરી.
નવોદય વિદ્યાલયનું સર્જન : રાજીવ ગાંધીની સરકારે ગામડાં અને શહેરોના બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી નવોદય વિદ્યાલયની સ્થાપના કરી, આ અંતર્ગત બાળકોને ધોરણ 6થી 12 સુધી નિ-શુલ્ક શિક્ષણ અને હોસ્ટેલમાં રહેવાની સુવિધા મળે છે.
રસીકરણ કાર્યક્રમ : જે તે સમયે દેશમાં ઓરી-અછબડા, શીતળા, મેલેરિયા, હિપેટાઈટિસ-બી, પોલીયો, સહીતની રસી વિદેશથી માંગવવી પડતી હતી. જે મોંઘી અને વિલંબથી ઉપલબ્ધ થતી હતી. રાજીવ ગાંધીજીએ દેશના વૈજ્ઞાનિકોને રૂબરૂ બોલાવી ઉત્પાદન અને સંશોધન માટે તમામ વ્યવસ્થાપનની શરૂઆત કરાવી જેના પરિણામે આજે દેશમાં રસી(વેક્સિન)ના ઉત્પાદન શ્રેત્રે ભારત આત્મનિર્ભર બન્યું.
.