પાટણ9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત સપ્તાહે પાટણ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે કેમ્પ યોજાયો હતો . પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં ગણિત – વિજ્ઞાનના શિક્ષક ધનરાજભાઈ ઠક્કરની પસંદગી થતાં સમગ્ર મંડળ પરિવાર, સ્ટાફ તથા વાલીગણમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી મા. અશોકભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત યુવક મંડળ ના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, કેળવણીકાર અશોકભાઈ દવે, શુભેચ્છકો તથા ઇન્ચાર્જ આચાર્ય નરેશભાઈ પટેલના હસ્તે ધનરાજભાઈને આચાર્ય તરીકેનો નિમણૂંક પત્ર એનાયત કર્યો હતો.
આજ રોજ પવિત્ર શ્રાવણ માસ ની બીજને વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ઉ. ગુ. યુવક મંડળના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સરસ્વતી માતાની વંદના અને પૂજન કરીને ધનરાજભાઈએ આચાર્યનો પદભાર ગ્રહણ કર્યો હતો. તેઓ નવી જવાબદારીઓ યોગ્ય રીતે વહન કરી શાળાને ઉચ્ચ શિખરો સર કરાવે તે માટે મંડળના પ્રમુખ ડૉ .જે. કે પટેલ , મંડળના સહમંત્રી અશોકભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, રૂપેશ ભાટિયા, ટ્રસ્ટીઓ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ઉમદા શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ધનરાજ ભાઈ એ આ અગાઉ ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પીપીજી એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ ના ઇન્ચાર્જ આચાર્ય તરીકે 8 વર્ષ સુધી કામ કરેલું છે. તેઓને 2015માં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થયેલો છે. તેઓને રાષ્ટ્ર કક્ષાએ બેસ્ટ ગણિત શિક્ષક અને બીજા ઘણા જ સન્માનો પ્રાપ્ત થયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ધોરણ 6 થી 10 માં વૈદિક ગણિત નો સમાવેશ કરેલો તેના પાઠ્યપુસ્તકમાં પણ લેખક તરીકેની ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી છે. સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પણ વૈદિક ગણિતના અનેક સેમીનારો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ બધ્ધ કરેલા છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
આ પ્રસંગે દિવસ દરમિયાન મંડળના કારોબારી સદસ્યો, રોટરી ક્લબ ઓફ પાટણના રોટેરિયન મિત્રો, હાઈસ્કૂલના સ્ટાફ મિત્રો, ભારત વિકાસ પરિષદ ની ટીમ તેમજ અનેક શુભેચ્છકોએ રુબરુ અને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી.