ભાવનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- વાયરમાંથી કોપર કાઢી વેચી નાખતા હતા
- બે દિવસ પહેલા ચોરી કરેલ મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર નજીક આવેલ સિહોર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી પાંચ શખ્સોએ કોપરના વાયરોની ચોરી કરી નાસી છુટ્યા હતા બાદમાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાતા બોરતળાવ પોલીસે બે શખ્સોને કુંભારવાડાના મોતીતળાવમાંથી ઝડપાયા હતા. જ્યારે બે શખ્સોની કબુલાત ઉપરથી અન્ય ત્રણ શખ્સોને પણ મોતીતળાવમાંથી ઝડપી લઇ ચોરી થયેલ વાયર તેમજ રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
સિહોરના રેલ્વેસ્ટેશનમાંથી બે દિવસ પહેલા કોપરના વાયરોની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી નાસી છુટ્યા હતા જેની જાણ રેલવે પોલીસને થતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બોરતળાવ પોલીસે કુંભારવાડાના મોતીતળાવમાં રહેતા અયુબખાન દિલાવરખાન પઠાણ અને સમીર ઉર્ફે ટીટો સલીમભાઇ ડેરીયાને ઝડપી રેલવે પોલીસને સોંપી આપેલ હતા બાદમાં રેલવે પોલીસની પૂછતાછમાં અન્ય ત્રણ શખ્સો અનવર શબ્બીરભાઇ, પપ્પુ હસનભાઇ ગનેજા અને સાજીદ ઉર્ફે ઢઢર પાંચેય શખ્સોએ સિહોર રેલ્વે સ્ટેશનની હદમાંથી 55 કિલો જેટલો કોપર વાયરની ચોરી કરી નાસી છુટ્યાની કબુલાત આપતા રેલવે પોલીસે 54.12 કિલો કોપર વાયર તેમજ રીક્ષા મળી પાંચેય શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, કુંભારવાડામાંથી ઝડપાયેલા પાંચેય શખ્સો વાયરોની ચોરી કરી તેમાંથી મશીન વડે કોપર અલગ કરી બજારમાં ઓછા ભાવે વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
.