વડોદરા29 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના રિંગ રોડ પર 15 ઓગસ્ટના રોજ કારચાલકોએ જોખમી સ્ટંટના મામલે બાપોદ પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે અને ફોર્ચુનર કાર જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જોખમી રીતે વાહનોને ઓવરટેક કર્યાં
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ પણ યુવાનો તેમાંથી પાઠ શીખ્યા ન હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળ્યા હતા. સ્વતંત્રતા દિવસે વડોદરાના ખોડિયારનગરથી વૃંદાવન ચાર રસ્તા તરફના રોડ પર 5થી 6 કારના ચાલકો છાટકા બન્યા હતા અને કારને બેફામ રીતે ચલાવી હતી. ખૂબ જ સ્પીડમાં વાહનોને ઓવરટેક કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા અને કારમાં બેસીને યુવાનોએ જોખમી સ્ટંટ કર્યાં હતા. વડોદરા શહેરના જાહેર માર્ગો પર કરેલા જોખમી સ્ટંટના વીડિયો હવે વાઇરલ થયા હતા. જેને
બાપોદ પોલીસે ગઇકાલે 5ની અટકાયત કરી હતી
વડોદરામાં સ્ટંટ કરતા વાયરલ થયેલા વીડિયોને લઇને બાપોદ પોલીસે ગઇકાલે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીની અટકાયત કરી હતી. જેમાં આરોપી ઓમ હિમાંશુ પંડ્યા (રહે. બી-202, વિનાયક હાઇટ્સ, સોમા તળાવ ભારત પેટ્રોલપંપની પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા) અને દીપ દેવેનભાઇ ત્રિવેદી (રહે. બી-8, નિરાંત રેસિડેન્સી, ગુરુકુળ ચાર રસ્તાની બાજુમાં, વાઘોડિયા રોડ, વડોદરા)ની અટકાયત કરી છે. આ ઉપરાંત 3 આરોપી કિશોર હોવાનું બહાર આવ્યું છે.
EX-MLA GUJARAT લખેલ નેમ પ્લેટ પણ મળી હતી
પોલીસે જપ્ત કરેલી વોક્સવેગન વર્ટસ કાર નં-(GJ-06-PL-6500)માં EX-MLA GUJARAT લખેલ નેમ પ્લેટ પણ મળી આવી હતી. જેને લઇને બાપોદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓ કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. ખોટી રીતે નેમ પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને તેના માટે પોલીસે કલમનો ઉમેરો કર્યો હતો.
વધુ 4 આરોપી ઝડપાયા
બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, કારચાલકોના સ્ટંટ મામલે અમે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
પકડાયેલા આરોપીઓના નામ
-શ્યામ નરેન્દ્રભાઇ ગોહીલ (રહે,જયાબાનગર સોસાયટી દશરથ ગામ તા.જી- વડોદરા)
-માધવ ભુપેન્દ્રભાઇ ભરવાડ (રહે.ગોલ્ડન ચોકડી ટોલ નાકા પાસે, દરજીપુરા વડોદરા
-રવિ ભરતભાઇ ભરવાડ (રહે, ન્યુ ઇન્દીરાનગર જલારામ મંદીરની સામે પંચવટી ગોરવા, વડોદરા)
-નીલેષ ગગજીભાઇ ભરવાડ (રહે, ગોલ્ડન ચોકડી ટોલ નાકા પાસે દરજીપુરા વડોદરા)
.