- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Surat, A Worker Was Hit To Death While Waterproofing A Municipal Education Committee School, A Crime Was Registered Against The Contractor.
સુરતએક કલાક પેહલા
- કૉપી લિંક
સુરતના ચોક બજાર ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલી રહેલા વોટરપ્રૂફિંગની કામગીરી દરમિયાન છત પરથી પટકાયેલા કામદારનું મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે શ્રમિકના પરિવારજનોના માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા વળતરની માગ કરવામાં આવી છે.
શ્રમિક છત પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી
મળતી માહિતી પ્રમાણે ચોકબજાર પાસે આવેલ ભરીમાતા સાબરી નગરમાં સુરત મહાનગર પાલિકા સંચાલિત ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 111માં છત પર વોટરપ્રૂફિંગની કામગીરી કતારગામ ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચોથા માળ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત રોજ બપોરે શ્રમિક છત પરથી પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે 20 વર્ષીય શ્યામ નારસિંગ ડામોર નામક શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી
માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે શ્યામ સિંગ ડામોરનું મોત નિપજતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વિના કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
.