- ડાયટમાં સામેલ કરો પાણીથી ભરપૂર છે દૂધી
- વજન ઘટાડવાની સાથે વધેલું પેટ પણ ઘટાડશે
- દૂધીને જ્યુસ, સુપ અને શાકના રૂપમાં કરો સેવન
દૂધી હેલ્થની સાથે સાથે વજન ઘટાડવામાં પણ ફાયદારૂપ માનવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે માટે તે વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો તમે ડાયટમાં દૂધીને સામેલ કરો. આ વેટ લોસની સાથે બોડીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે તેનું સેવન કોઈ પણ રીતે કરી શકાય છે. આ પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તો જાણો કઈ રીતે સેવન કરવાથી લાભ થશે.
વજન અને પેટની ચરબીને ઘટાડશે
વજન ઘટાડવા માટે દૂધીના જ્યુસનું સેવન કરી શકાય છે. તેને માટે તમારે દૂધીને છીણી લેવાની છે અને સુતરાઉ કપડાની મદદથી તેનો રસ કાઢી લો. તમે ઈચ્છો તો મિક્સરમાં પણ તેનો રસ કાઢી શકો છો. તમે તેને સીધો જ પી શકો છો. જો ટેસ્ટ એડ કરવા ઈચ્છો તો તમે તેમાં સિંધવ મીઠું અને મરીનો ભૂકો કરીને મિક્સ કરી શકો છો. તેનાથી તમને અલગ જ ટેસ્ટ મળશે.
દૂધીનો સૂપ
વજન ઓછું કરવા માટે દૂધીનો સૂપ બેસ્ટ માનવામાં આવે છે. આ માટે તમે કૂકરમાં દૂધીને સુધારીને નાંખો. હવે તેમાં ટામેટું, ડુંગળી અને કેપ્સીકમ મરચું ઉમેરીને બાફી લો, શાક બફાઈ જાય તો તેને બ્લેન્ડરની મદદથી તેને સારી રીતે બ્લેન્ડ કરી લો. તેમાં જીરાનો વઘાર કરીને નિયમિત રીતે સેવન કરો. આમ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે.
દૂધીનું શાક
આ શાક વજન ઘટાડવામાં તમારી મદદ કરશે. આ માટે તમે દૂધીનો નાનો ટુકડો કાપી લો. હવે એક કડાહી લો અને તેમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, લસણ, ડુંગળી મિક્સ કરીને સારી રીતે શેકી લો. તેમાં દૂધીને મિક્સ કરો અને મીઠું મિક્સ કરીને ઢાંકી લો. ધ્યાન રાખો કે તમે તેના સેવનથી વજન ઘટાડી શકો છો. આ માટે તેમાં તેલનું પ્રમાણ ઓછું રાખો. દૂધી પાણી છોડશે અને તેનાથી જ તે ચઢી જશે.