જુનાગઢ30 મિનિટ પેહલા
- કૉપી લિંક
- શ્રાવણ મહિનાની સાથેસાથે વ્રતનો પણ પ્રારંભ થયો
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભની સાથે જ વ્રત પણ પ્રારંભ થઈ ગયાં છે. શુક્રવારે શ્રાવણ સુદ બીજથી પ્રથમ વ્રત ‘જીવંતિકા વ્રત’ શરૂ થાય છે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર સંજોગોવશાત્ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યાર પછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો એક દિવસ માટે ત્યાગ કરવો પડે છે અને લાલ વસ્ત્રો પહેરવા પડે છે. સવારે વહેલા ઊઠીને જીવંતિકા વ્રત કથા વાંચવાની હોય છે. આ દિવસે રાત્રિના 12 વગ્યા સુધીનું જાગરણ પણ કરવાનું હોય છે.
આમ તો શ્રાવણ મહિનામાં આવતા દર શુક્રવારે આ વ્રત થાય છે અને આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી સંતાનની સુખાકારી માટે કરે છે. આ દિવસે પાંચ દિવેટનો દિવો કરવો અને જીવંતિકા દેવીનું પૂજન કરી કથા વાર્તા કરવી, પીળાં વસ્ત્રોનો નિષેધ છે.
મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યાર બાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. આ દિવસે ખોટું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માતાનું રટણ કરવું જોઇએ.
.