In Ahmedabad, an elderly driver hit a loading rickshaw by stepping on the accelerator instead of the brake, luckily avoiding a fatality; The injured were shifted to Civil | અમદાવાદમાં વૃદ્ધ કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકતાં લોડિંગ રીક્ષાને અડફેટે લીધી, સદ્દનસીબે જાનહાનિ ટળી; ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડ્યા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, An Elderly Driver Hit A Loading Rickshaw By Stepping On The Accelerator Instead Of The Brake, Luckily Avoiding A Fatality; The Injured Were Shifted To Civil

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક અકસ્માત થયો છે. શહેરના આનંદનગર રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પીક અવર્સમાં આનંદનગર રોડ પર આવેલા ટાઇટેનિયમ સિટી સેન્ટરની ગલીમાંથી એક વૃધ્ધ કાર લઇને નીકળ્યા હતા ત્યારે બ્રેકની જગ્યાએ એક્સિલેરેટર પર પગ મૂકતા એક લોડિંગ રીક્ષાને અડફેટે લીધી. વૃદ્ધ ગભરાઇ ગયા હતા અને કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તેમણે એક સ્વીફ્ટ ગાડી અને અન્ય એક વાહનને ટક્કર મારતા ગાડી ઉભી રહી ગઇ હતી. જેના કારણે પાછળથી આવતી બે રીક્ષાઓ અથડાઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે પાંચ વાહનોને નુક્શાન પહોંચ્યું હતું.

8 વાગ્યે અકસ્માત સર્જાયો
આનંદનગર રોડ પર શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રોડ પર આઠેક વાગ્યાના સુમારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટાઇટેનિયમ સિટી સેન્ટરની ગલીમાંથી એક ગાડીના વૃધ્ધ ચાલક પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓની ગાડી એક લોડિંગ રીક્ષાને અથડાતા તેઓ ગભરાઇ ગયા હતા. બાદમાં તેમણે બ્રેક મારવાની જગ્યાએ સામાન્ય એક્સીલેટર દબાવી દેતા ગાડી આગળ વધી હતી. ત્યાં આગળ ઉભેલી એક કાર અને અન્ય વાહનને વૃધ્ધની ગાડી અથડાઇ હતી. ત્યાં પાછળથી આવી રહેલી બે રીક્ષા પણ આ વૃધ્ધની કારમાં ઘૂસી જતા ગાડી ઝાડની વચ્ચે ફસાઇ પડી હતી અને રીક્ષામાં બેઠેલા પેસ્ન્જર સહિત ચારેક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને સિવિલમાં ખસેડ્યા
જોકે, આ ઘટનામાં કોઇ મોટી જાનહાનિ ન થઇ હોવાનું ઘટનાસ્થળે હાજર પોલીસે જણાવ્યુ હતું. ત્યારે આ અકસ્માતમાં વૃધ્ધની કાર, બે રીક્ષા અને એક ગાડી સહિત કુલ પાંચેક વાહનોમાં નુક્શાન થવા પામ્યુ હતું. ઘટનાને પગલે આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.જ્યારે ઇજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *