અમદાવાદ11 કલાક પેહલા
- કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમજ આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ક્રમશ ઘટશે. આ ઉપરાંત દરિયા વિસ્તારના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેધરાજા હળવા મૂડમાં વરસવાની શક્યતા છે.
જૂનાગઢ, સોમનાથમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્માં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આગામી 24 કલાકમાં હળવા વરસાદની સંભાવના છે.
બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક પછી વરસાદનું જોર ક્રમશ ધટશે. જેમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી છૂટો છવાયો વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ વરસવાની સંભાવના નથી. તેમજ દરિયા વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઓવરનીંગ જાહેર નથી કર્યું. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે.
.