Three men extort Rs 1.50 crore from businessman in Rajkot, threaten to kill him for return | રાજકોટમાં ત્રણ શખસોએ ઉદ્યોગપતિ પાસેથી 1.50 કરોડ પડાવ્યા, રૂપિયા પરત માંગતા મારી નાખવાની ધમકી આપી

Spread the love

રાજકોટ9 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને આજી GIDC ખાતે કારખાનું ધરાવતા ઉદ્યોગપતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા એકાઉન્ટન્ટ મારફત મારે રોહિત નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી. રોહિત ચંદ્રાલા સાથે ઓળખાણ થતા તેઓએ તેમની પાસે રૂપિયા 1.50 કરોડની માંગણી કરી હતી. ધંધામાં રોકાણ માટે માંગવામાં આવ્યા હતા અને નફો પણ આપવામાં આવશે તેવું કહેતા તેઓએ અલગ અલગ બે પેઢીમાં રૂપિયા 1.50 કરોડ ટ્રાન્સફર કરાવી બાદમાં થોડો સમય નફાની રકમ આપી. છેલ્લા બે વર્ષથી કોઈ નફો કે રોકાણના રૂપિયા પરત ન આપી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા બી ડિવિઝન પોલીસે રોહિત ચંદ્રાલા સહીત 3 લોકો સામે 1.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ આઇપીસી કલમ 406, 420, 120(બી), 114, 504 અને 506(2) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

‘પંદર વીસ દિવસ માટે દોઢ કરોડ રૂપિયા આપો’
ફરિયાદી દીલીપભાઈ રણછોડભાઈ સખિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇન્ડિયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, આજી જી.આઈ.ડી.સી ખાતે આવેલી છે ત્યાં બેસી ફાઉન્ડરી કામ કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. એપ્રિલ 2018માં મારા એકાઉન્ટન્ટ હિમાંશુભાઈ ગંગદેવ દ્વારા મારી મુલાકાત રોહિતભાઈ હેમંતભાઈ ચંદ્રાલા સાથે થયેલ અને તે સમયે આ રોહિતભાઈ ચંદ્રાલાએ મને જણાવેલ કે, મારે ગ્લેસિયર ઇન્ટરનેશનલ નામે જીમી ટાવર ખાતે ઓફીસ આવેલ છે અને હું ત્યાં બેસી અને કોમોડીટી પ્રોડક્ટસનું ઈમ્પોર્ટ- એક્સપોર્ટનુ કામ કરું છું. થોડા દિવસ પછી આ રોહિતાભાઈએ મને ફોન કરી અને જણાવેલ કે, મારે મારા ધંધામાં રૂપિયાની જરૂરત છે જેથી પંદર વીસ દિવસ માટે તમો મને દોઢ કરોડ રૂપિયા આપો આમ વાત કરતા મેં આ રોહિતભાઈને મારા ઘર પાસે રૂબરૂ મળવા માટે બોલાવેલ હતા.

1 કરોડ રૂપિયા RTGS મારફતે જમા કરાવ્યા હતા
આ સમયે આ રોહિતભાઈ મને મળવા માટે આવેલ હતા અને મને જણાવેલ કે મને 1.50 કરોડ રૂપિયા આપો હું તમોને દસ પંદર દિવસમાં પરત આપી દઈશ અને હું આ રૂપિયા કમોડીટીનાં ઇમ્પોર્ટ- એક્સપોર્ટનાં ધંધામાં રોકાણ કરીશ અને તેમાંથી તમને થોડો નફો પણ આપીશ. આમ વાત કરી મને વિશ્વાસમાં લીધેલ હતો જેથી હું આ રોહિતભાઈના વિશ્વાસમાં આવી ગયેલ અને મેં તેઓને રૂપિયા આપવાની હા પાડી દીધેલ હતી અને તા.05.07.2018નાં રોજ મેં મારા પરીવારના સભ્યો જેમા મારી માતા દુધીબેનના બેંક એકાઉન્ટમાંથી આ રોહિતભાઈના કહ્યા મુજબ ધ્વની ઈન્ટરનેશનલનાં HDFC બેન્કના એકાઉન્ટમા રૂ.30 લાખ તથા મારા ભાઇ યશવંતભાઇના એકાઉન્ટમાંથી રૂ. 20 લાખ તથા મારા પિતા રણછોડભાઇના એકાઉન્ટ માંથી રૂ. 20 લાખ તથા મારા એકાઉન્ટ માંથી 30 લાખ એમ કુલ 1 કરોડ રૂપિયા RTGS મારફતે જમા કરાવેલ હતા.

ધંધામાં નફામાં 50 ટકા ભાગ આપવા જણાવ્યું હતું
ત્યાર પછી રોહિતભાઈનાં કહ્યા મુજબનો પંદર દિવસનો સમય પસા૨ થઈ જતા અમોએ રોહીતભાઇને આપેલ 1 કરોડ રૂપિયા પરત માગતા તેઓએ અમોને જણાવેલ કે હું તમને થોડા દિવસમાં તમારા રૂપિયા પરત આપી દઈશ અને નફામાંથી ભાગ આપીશ જેથી મે વિશ્વાસમાં આવી અને રોહિતભાઈને થોડો સમય આપેલ હતો આ દરમ્યાન આ રોહિતભાઈને વધુ રૂ. 50 લાખની જરૂરત હોય તેમણે મારી પાસે રૂપીયા 50 લાખની માંગણી કરેલ હતી અને આ વખતે તેઓએ મને પોતાના ધંધામાં નફામાં 50 ટકા ભાગ આપવા માટે જણાવેલ હતું જેથી હું તેઓના વિશ્વાસમાં આવી ગયેલ હતો અને તા.16.04.2019 નાં રોજ રોહિતભાઈનાં કહ્યા મુજબ મે બાલાજી એક્ઝીમ નાં ICIC બેન્કના એકાઉન્ટમા મારા ભાઇ કિરણભાઇ સખીયાના એકાઉન્ટમાંથી રૂ.50 લાખ RTGS મારફતે જમા કરાવેલ હતા.

જીવથી હાથ ધોઈ બેસસોની ગર્ભિત ધમકી આપી
બાદ થોડો સમય પસાર થતા મેં રોહિતભાઈ પાસે તેઓને આપેલ રૂ. 1.50 કરોડની માગણી કરતા તેઓ મને અલગ અલગ બહાનાઓ બતાવેલ હતા અને સમય પસાર કરેલ હતો બાદ ફરી મેં મારા આપેલ 1.50 કરોડ રૂપિયાની રોહીતભાઇ પાસે માંગણી કરતા રોહિતભાઈએ અમોને જણાવેલ હતું કે તમોએ અમને ક્યા રૂપિયા આપ્યા છે તમે તો ધ્વની ઇન્ટરનેશનલનાં પ્રોપરાઈટર વિજયકુમાર તોતલમલ મંગલાણી તથા શ્રી બાલાજી એક્ઝીમનાં પ્રોપરાઈટર મહેન્દ્રભાઈ ધરમસીભાઈ કગથરાને તેમની પેઢીના એકાઉન્ટમા આપેલ છે આમ જણાવેલ હતું અને મને ગાળો આપેલ હતી અને રોહિતાભાઈએ મને જણાવેલ હતું કે, હવે મારી પાસે કોઈ પણ રૂપિયા માગવા આવશો તો ટાટીયા ભાંગી જશે અને જીવથી હાથ ધોઈ બેસસો તેવી ગર્ભિત ધમકી આપેલ હતી.

પુર્વ આયોજીત કાવતરું રચી અમને વિશ્વાસમાં લીધા
બાદ મેં મારી રીતે આ ધ્વની ઇન્ટરનેશનલનાં પ્રોપરાઈટર વિજયકુમાર તોતલમલ મંગલાણી તથા શ્રી બાલાજી એક્ઝીમનાં પ્રોપરાઈટર મહેન્દ્રભાઈ ધરમસીભાઈ કગથરાનો સંપર્ક કરતા તેઓએ અમોને જણાવેલ કે, અમો તમને ઓળખાતા નથી અમે ક્યા તમારી પાસે કોઈ રૂપિયા માગેલ છે અને આ રૂપિયા અમોએ રોહિતભાઈના કહ્યા મુજબ તેમના ખોડિયાર ફલોર મિલ પ્રા.લી નાં એકાઉન્ટમા ટ્રાન્સફર કરી આપેલ છે આમ વાત કરેલ હતી. જેથી અમોને ખ્યાલ આવેલ કે, આ રોહિતભાઈ હેમંતભાઈ ચંદ્રાલા તથા ધ્વની ઇન્ટરનેશનલનાં પ્રોપરાઈટર વિજયકુમાર તોતલમલ મંગલાણી તથા શ્રી બાલાજી એક્ઝીમ નાં પ્રોપરાઈટર મહેન્દ્રભાઈ ધરમસીભાઈ કગથરા બધાએ સાથે મળી અગાઉથી પુર્વ આયોજીત કાવતરું રચી અમોને વિશ્વાસમા લઈ છેતરપિંડી કરેલ છે અને અમારા 1.50 કરોડ રૂપિયા ઓળવી ગયેલ હોય તો આ રોહિતભાઈ હેમંતભાઈ ચંદ્રાલા તથા ધ્વની ઇન્ટરનેશનલનાં પ્રોપરાઈટર વિજયકુમાર તોતલમલ મંગલાણી તથા શ્રી બાલાજી એક્ઝીમનાં પ્રોપરાઈટર મહેન્દ્રભાઈ ધરમસીભાઈ કગથરા તમામ આરોપીઓ વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.

બે વર્ષથી નફાની રકમ મળતી બંધ થઇ ગઈ
આ ફરિયાદ મોડી કરવાનું કારણ એ છે કે, અમો આજદિન સુધી આ રોહીતભાઇના વિશ્વાસમાં હતા અને તેઓ અમોને અમારા રૂપીયા પરત આપી દેશે તેવો અમોને વિશ્વાસ હતો અને આ રોહીતભાઇ તરફથી અમારા પરીવારના સભ્યોના બેંક એકાઉન્ટમા અલગ અલગ રકમ મળી કુલ 19.55 લાખ નફાના ભાગ રૂપે દર મહીને તેઓએ અમોને ચુકવેલ પણ હતા ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી રોહીતભાઇ તરફથી નફાની રકમ પણ મળતી બંધ થઇ ગયેલ હતી આ બાબતે વાતચીત કરવા હુ રોહીતભાઇની ઓફીસ જીમી ટાવરે ખાતે ગયેલ હતો જે સમયે રોહીતભાઇ એકદમ ઉશકેરાઇ ગયેલ હતા અને ગાળો દેવા લાગેલ હતા જેથી અમોને ખાતરી થઈ ગયેલ હતી કે હવે અમારા રૂપિયા પરત મળશે નહિ જેથી આજરોજ ફરિયાદ કરવા રૂબરૂમાં આવેલ છીએ.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *