વડોદરા44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મૌલિન અરવિંદભાઈ વૈષ્ણવનું વડોદરામાં આજે નિધન થયું છે. જેને પગલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૌલિનભાઈના પિતા અરવિંદભાઈ વૈષ્ણવ ફાયર ઓફિસર હતા અને તેમની પ્રેરણાથી જ મૌલિનભાઈએ ફાયરનો કોર્સ કર્યા બાદ ફાયર ઓફિસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. મલીનભાઈના સ્વભાવમાં શિષ્ટતા અને મેનેજમેન્ટ ના ગુણ ભરેલા હતા.
1981થી જુનિયર ચેમ્બરના સભ્ય હતા ત્યારથી જ કોંગ્રેસમાં કાર્યકર તરીકે જોડાયેલા. શ્રી માધવસિંહ સોલંકી દ્વારા તેમની મુલાકાત શ્રી અહમદ પટેલ ને એવું કહીને કરાવી હતી કે તેમને આ યુવાન સાથે કામ કરવાની મજા આવશે.
તેમની શિષ્ટ બદ્ધતા જોઈને અહમદ પટેલે તેમને સેવાદળ ના પ્રદેશ પ્રમુખ તરીકે 1986-87 માં જવાબદારી સોંપેલી હતી.
સેવાદળમાં રહીને તેમને તેમની મેનેજમેન્ટ સ્કિલ્સ દ્વારા દિલ્હી નેતૃત્વ ને બહુ આકર્ષિત કર્યા હતા. જ્યારે પણ પ્રધાનમંત્રી કે ગાંધી પરિવારના આગેવાન ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે દિલ્હી નેતૃત્વ હંમેશા એસપીજી ને મૌલિનભાઈ પાસે જ મોકલતું.
શ્રી અશ્વિનભાઈ શાહ દ્વારા તેમના માટે કહેવામાં આવ્યું હતું કે “હું મારા જીવનમાં પહેલા વ્યક્તિ ને જોયો છે કે જેણે સેવા કરવા પોતાની નોકરી છોડ દીધી.”મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપી નાખવામાં આવેલ હતી પણ પક્ષ માટેની તેમની કર્તવ્ય નિષ્ઠા ના કારણે તેમને પક્ષના ઉમેદવારો સાથે રહીને પક્ષને જીતાડવા મદદરૂપ થયા જેનાથી પ્રભાવિત થઈને પ્રદેશ સમિતિ દ્વારા તેમને 1991 માં વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન પદ પર આસીન કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં તે બે વખત મહામંત્રી તરીકે પોતાની સેવા આપી ચૂકેલ હતા જ્યારે કે ભરત સોલંકી ના પ્રમુખ પદે તેઓ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.
ચીમનભાઈ પટેલે 1992-93 માં તેમને મેરીટાઇમ બોર્ડ ના ચેરમેન બનાવેલા હતા જ્યારે કે યુપીએ શાસનકાળમાં તેઓ બેન્ક ઓફ બરોડા ના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવેલ હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત સાયકલ યાત્રા (અમદાવાદ થી પોરબંદર) નું પૂર્ણ સંચાલન તેમના નેતૃત્વમાં થયું હતું જ્યારે કે એઆઈસીસી દ્વારા આયોજિત દાંડી યાત્રામાં તેમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
2007માં ભરત સોલંકી દ્વારા શરૂ કરવામાં આવેલી જનમિત્ર શિબિરના તેઓ અધ્યક્ષ હતા શ્રી અહમદ પટેલ દ્વારા ભરતસિંહ સોલંકી ને મૌલિન વૈષ્ણવને પોલિટિકલ ટ્રેનિંગના અધ્યક્ષ બનાવવાનું સૂચન કરવામાં આવેલું હતું.
મૌલિન વૈષ્ણવના સંબંધ માધવસિંહ સોલંકી, અહમદ પટેલ, પ્રબોધ રાવલ, લલિત પટેલ, ભરત સોલંકી અને લગભગ તમામ પ્રદેશ અધ્યક્ષ સાથે ખૂબ સારા રહ્યા હતા.
રાષ્ટ્રીય કક્ષાએ સુરેશ પચોરી, રાજેશ પાઈલટ અશોક ગેલોત તથા સુનીલ દત્ત જેવા નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો રહ્યા હતા.
વડોદરા શહેર કોંગ્રેસ હંમેશાં મૌલિનભાઈ ને અનુશાસન સંગઠનાત્મક શક્તિ રચનાત્મક કાર્યક્રમો અને મેન ઓફ કમિટમેન્ટ તરીકે યાદ રાખશે. વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે.
.