2000 Prasad packets distributed by Ambaji Mandir Trust to BSF personnel on duty at Nadabet Border | નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા BSF જવાનોને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 2000 પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું

Spread the love

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પેહલા

  • કૉપી લિંક

સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે અંબાજી મંદિરના પૂજારીઓએ BSFના જવાનોને મા અંબાના આશીર્વાદરૂપ પ્રસાદનું વિતરણ કરી મો મીઠું કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ દ્વારા મંદિરના પુજારીઓ મારફત 2000 જેટલાં પ્રસાદના પેકેટ મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર દેશમાં 77 માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ હર્ષ અને ઉલ્લાસના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા BSF જવાનોને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 2000 પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મા ભોમની રક્ષા કરતા જવાનોને યાદ કરી રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે જવાનોનું મો મીઠું કરાવવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ દ્વારા મંદિરના પુજારીઓ મારફત 2000 જેટલાં પ્રસાદના પેકેટ મોકલવામાં આવ્યા હતા. મા અંબાનો મોહનથાળનો પ્રસાદ લઈ અંબાજી મંદિરના પૂજારીઓએ સૌપ્રથમ નડેશ્વરી માતાના મંદિરમાં પૂજા અર્ચના કરીને બોર્ડર પર દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોને મા અંબાના આશીર્વાદરૂપ પ્રસાદનું વિતરણ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *