A blood donation camp was held at the Rotary Club in Ahmedabad, more than 300 bottles of blood were collected | અમદાવાદમાં રોટરી ક્લબમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 300થી વધુ બ્લડની બોટલ એકઠી થઈ

Spread the love

અમદાવાદ21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં રોટરી ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમયની ઝડપ સાથે લોહીની માંગ પણ વધી રહી છે, ત્યારે સ્વતંત્ર દિવસના દિને અમદાવાદ સાબરમતી ખાતે રોટરી ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન, અકસ્માત, થેલેસેમિયા જેવા રોગમાં લોહીની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે બ્લડ બેંકમાં લોહી પૂરતા પ્રમાણમાં રહે અને જરૂરિયાતમંદને સમયસર લોહી મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ ખાસ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો મોટી સંખ્યામાં આવે છે અને બ્લડ ડોનેટ કરે છે. જે અંતર્ગત વર્ષે 300થી પણ વધુ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *