અરવલ્લી (મોડાસા)33 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃત બાળકીની ફાઈલ તસવીર
આજકાલ અંધશ્રદ્ધા પાછળ લોકોએ આંધળી દોટ મૂકી છે. જેના કારણે પીડિત વ્યક્તિઓને યોગ્ય સારવાર ના મળવાના કારણે મોતના ખપ્પરમાં હોમાઈ જાય છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના મેઘરજના અંતરિયાળ એવા પંચાલ ગામે ઘટી છે.
મેઘરજની રાજસ્થાન સરહદે આવેલા પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલબેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી. એવામાં એક ઝેરી સાપે સોનલ તાબિયાળને હાથની હથેળીમાં ડંખ માર્યો. જેથી સોનલ તાબીયાડે ચીસ નાખી અને ઢળી પડી હતી. આસપાસથી પરિવારજનો દોડી આવ્યા અને પરિવારના સદસ્યના જણાવ્યા પ્રમાણે આ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદ્ધશ્રદ્ધામાં પરોવાઈ સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ ગયા હતા. ત્યાં બાળકીને સારું ના થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આમ વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના લોકો 21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં અંધવિશ્વાસ કરીને જીવ ગુમાવતા હોય છે.
આવી અંધશ્રદ્ધાની ઘટનાઓ ના બને લોકો જાગૃત બને એ માટે કેટલીય એનજીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, અને સરકાર દ્વારા પણ માર્ગદર્શન શિબિરો યોજવામાં આવે છે. છતાં આજે પણ લોકો ભુવાઓ અને દોરા ધાગાના કારણે મોતના મુખમાં ધકેલાય છે.