A 4 km long tricolor procession with a 75 meter long tricolor was held in Navsari town, with the police department as well as the townspeople enthusiastically participating. | નવસારી શહેરમાં 75 મીટર લાંબા તિરંગા સાથે 4 કિમી લાંબી તિરંગા યાત્રા યોજાઈ, પોલીસ વિભાગની સાથે સાથે શહેરીજનો ઉત્સાહભેર જોડાયા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A 4 Km Long Tricolor Procession With A 75 Meter Long Tricolor Was Held In Navsari Town, With The Police Department As Well As The Townspeople Enthusiastically Participating.

નવસારીએક કલાક પેહલા

  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અને 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે નવસારી શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં 75 મીટર લાંબા તિરંગાને હાથમાં લઇ નવસારી જિલ્લાના પોલીસ કર્મચારીઓએ 4 કિલોમીટર સુધી શહેરમાં ફર્યા હતા. લુંસિકૂઇ વિસ્તારમાં યાત્રા સમાપન થઈ હતી. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ યાત્રામાં જોડાયા હતા.

77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી આવતીકાલે સમગ્ર દેશમાં થશે. તે અગાઉ નવસારી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની મદ્રેશા હાઈસ્કૂલથી લુંસીકુઈ મેદાન સુધી આ યાત્રા યોજવામાં આવી હતી. શહેરને 17 સ્કૂલના 5000 થી વધુ બાળકો આ યાત્રામાં જોડાયા હતા સાથે જ 200 જેટલા પોલીસ કર્મચારીઓએ પોતાના હાથમાં 75 મીટરનો રાષ્ટ્રધ્વજ ઉચકી શહેરમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. 500થી વધુ હોમગાર્ડ TRB સહિતના જવાનો આ યાત્રામાં જોડાયા હતા.

શહેરમાં ફરેલી તિરંગા યાત્રાને કારણે શહેરીજનોમાં અનેરૂ ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારી શહેર તિરંગામય બન્યું હતું. દેશને આઝાદી મળ્યાને 77 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે દેશ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક અન્ય સિદ્ધિ હાંસલ કરી ચૂક્યું છે દેશની અખંડિતતા અને એક સૂત્રતા હજી અકબંધ રહેવા પામી છે.

સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈમાં અનેક યુવાનોએ પોતાનું લોહી વહ્યું છે શહીદી બોરી છે ત્યારે આ સ્વતંત્રતાને પામેલો દરેક યુવાન આઝાદીની ચળવળની યશોદા જાણી તે માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ઘર પર તિરંગો લહેરાય તે માટે ગત વર્ષે જ હર ઘર તિરંગા અભિયાન છેડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *