A social harmony ceremony was held in Sardoi | સરડોઈમાં સામાજિક સમરસતા સમારોહ યોજાયો

Spread the love

મોડાસા14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સરડોઈ| મોડાસાના સરડોઈમાં અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા સમારોહ ચામુંડા માતાજીના ભોજનાલયમાં યોજાયો હતો. ભગવાન સત્યનારાયણ ની કથા શાસ્ત્રી સચીનભાઈ મહારાજ દ્વારા શરૂઆત કરાઇ હતી. પરમ પૂજ્ય સદગુરુ બાલકદાસ મહારાજે સંતવાણી માં સામાજિક સમરસતા નું મહત્વ સમજાવ્યું હતું. ગાંધીનગર વિભાગના સામાજિક સમરસતા અભિયાનના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલે ઉપસ્થિત સૌ ભાઈ બહેનોને રક્ષાબંધનના એક સૂત્ર માં બાંધી કૌટુંબિક સમરસતા નો વ્યાપ વધારવા જણાવ્યું હતું. સરડોઈ ના પૂર્વ સરપંચ જયદત્તસિંહ પુવારે ગામમાં સામાજિક સમરસતા જળવાઈ રહેવા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. જિલ્લા કાર્યકર નિકિતાબેન, જિલ્લા સંસ્કાર ભારતી ના અધ્યક્ષ મોતીભાઈ બી. નાયક, ઉપ સરપંચ અમૃતભાઈ વણકર, કેળવણી મંડળ ના પ્રમુખ કાંતિભાઈ સોની, મંત્રી કરણસિંહ રહેવર, અરવિંદભાઈ આચાર્ય, વિનયસિંહ રહેવર, હરેન્દ્રસિંહ પુવાર, અરુણભાઈ ગોર સહિત હાજર હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *