In Ahmedabad, woman borrowed 3 lakhs after her son got into debt, got beaten up for half a rupee | અમદાવાદમાં દિકરાને દેવું થઈ જતાં મહિલાએ 3 લાખ ઉછીના લીધા, આધેડે રુપિયા પરત માંગતા માર મળ્યો

Spread the love

અમદાવાદ36 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં આધેડે હાથ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા શખ્સોએ મારામારી કરીને તોડફોડ કરી છે. દિકરાને દેવું થઈ જતાં મહિલાએ ત્રણ લાખ રૂપિયા આધેડે પાસેથી લઈને બે મહિનામાં પરત આપવાનું વચન આપીને લીધા હતા, ત્યારે આધેડ રુપિયા માંગ્યા તો તેની સાથે મારામારી કરી હતી. મારામારીનો બનાવને લઈને આધેડે 4 શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

સિક્યુરીટી પેટે બે સહી કરેલા ચેક આપેલા
ગોમતીપુરમાં મુકુંમચંદ ગૌડ છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ ગજાનંદ ચાલીમાં તેમના સાળા વાલચંદ રહે છે. જ્યાં તેમની સામે દિનેશ ઉર્ફે રાજધીમાન પણ રહે છે. જેથી સાથે સારી રીતે ઓળખાણ છે. આજથી સાતેક મહિના પેલા આ દિનેશ ઉર્ફે રાજધીમાનની પત્નીએ તેના દિકરાને દેવું થઈ જવાથી મુકુંમચંદ પાસેથી ત્રણ લાખ રૂપિયા બે મહિનામાં પરત આપવાની શરતે હાથ ઉછીના લીધા હતા અને સિક્યુરીટી પેટે બે સહી કરેલા ચેક આપેલા હતા. બાદમાં દિનેશની પત્ની તેમના વતન ઉતરપ્રદેશ જતી રહી હતી. જ્યારે પરત આવતા મુકુંમચંદે આપેલા રૂપિયા પાછા માંગતા આપ્યા ન હતા.

મુકુંમચંદનો ત્રણ શખ્સે પીછો કર્યો
ગત 10 ઓગસ્ટે મુકુંમચંદ મિત્ર સાથે ગજાનંદ નગરની ચાલી પાસે બેઠા હતા. ત્યારે દિનેશ ઉર્ફે રાજ ધીમાનનો દિકરો મનિષ ઉર્ફે રાજા ધીમાન તેનો મિત્ર વિકી અને સાવજ ઉર્ફે સાજુ ઠાકોર એક્ટિવા લઈ મુકુંમચંદ પાસે આવ્યા હતા, ત્યારે મનિષ ઉર્ફે રાજા ધીમાન બેઝબોલના દંડાથી મુકુંમચંદને માર મારવા લાગ્યો હતો. જેથી મુકુંમચંદ ત્યાંથી દોડી જતા ત્રણેય શખ્સોએ એક્ટિવા લઈ પીછો કર્યો હતો. તેમજ મુકુંમચંદના ઘરે જઈ મનીષ અને વિશાલે ગાળો બોલી બાઈકમાં દંડાથી તોડફોડ કરી હતી. આ અંગે મુકુંમચંદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *