રક્ષાબંધને બહારની ભેળસેળવાળી મીઠાઈ લાવવાનું ટાળો, ઘરે બનાવો આ સ્પેશિયલ ડિશ

Spread the love
  • નારિયેળની મદદથી તૈયાર કરો હેલ્ધી સ્વીટ ડિશ
  • નારિયેળના રોલ્સ આવશે પરિવારને પસંદ
  • યોગ્ય માપ સાથે સરળતાથી બની જશે આ ડિશ

રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે. અનેક બહેનોએ અત્યારથી ભાઈઓ માટે રાખડીઓ અને મીઠાઈઓનું પ્લાનિંગ શરૂ કરી દીધું હશે. આ સમયે જો તમે સમયના અભાવે બહારથી મીઠાઈ લાવવાનું વિચારી રહ્યા છો તો તમે એવું ન કરશો. તમે ઘરે જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઈ તૈયાર કરી શકો છો. આ મીઠાઈ નાના બાળકોથી લઈને મોટાંઓને પણ પસંદ આવે છે. તહેવારમાં મોઢું મીઠું કરવા માટે આ બેસ્ટ ડિશ સાબિત થઈ શકે છે. તો જાણી લો ઘરે સરળતાથી યોગ્ય માપ સાથે કઈ રીતે બનાવી શકાશે કોકોનટ રોલ.

કોકોનટ રોલ બનાવવાની સામગ્રી

  • 1 વાટકી નારિયેળનું છીણ
  • 1 કપ ઠંડુ દૂધ
  • 1/2 વાટકી દૂધ પાવડર
  • 1/2 વાટકી દળેલી ખાંડ
  • 1/3 ચમચી એલચી પાવડર
  • 1 ચપટી (વૈકલ્પિક) ફૂડ કલર
  • 1/2 વાટકી મિલ્ક પાવડર

બનાવવાની રીત

નારિયેળના રોલ તૈયાર કરવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં નારિયેળ પાઉડર લો. આ પછી તેમાં મિલ્ક પાવડર, એલચી પાવડર અને દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને સરખા ભાગે બે ભાગમાં વહેંચો. એક ભાગમાં લાલ ફૂડ કલર કે ચોકલેટ કલર ઉમેરો. આ પછી જરૂર મુજબ તમે તેમાં થોડું દૂધ પણ મિક્સ કરી શકો છો. એ જ રીતે બીજા ભાગમાં દૂધ મિક્સ કરો અને તેને સારી રીતે મેશ કરીને મુલાયમ બનાવો. આ પછી એક કેરી બેગ લો. ગોળ કણકનો બોલ થેલી પર રાખો. આ પછી તેને ચપટી કરો અને ઉપર લાલ રંગનો લોટ મૂકો. તે પછી તેના પર બેગ મૂકો અને તેને રોલ કરો. રોલને કાગળની જેમ વાળી લો. રોલને સારી રીતે સેટ થવા માટે થોડીવાર માટે ફ્રીજમાં રાખો. બે કલાક પછી તેમને ફ્રીજમાંથી બહાર કાઢો અને પછી કાપી લો. લો તમારો કોકોનટ રોલ તૈયાર છે. તમે તેનાથી રાખડી બાંધતી સમયે ભાઈનું મોઢું મીઠું કરાવી શકો છો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *