Union Home Minister Amit Shah and Chief Minister Bhupendra Patel will flag off the Yatra; Planning from Ghatlodia-Chanakyapuri area to Nirmannagar | કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરી, દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ જોડાયા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Union Home Minister Amit Shah And Chief Minister Bhupendra Patel Will Flag Off The Yatra; Planning From Ghatlodia Chanakyapuri Area To Nirmannagar

અમદાવાદએક મિનિટ પેહલા

  • કૉપી લિંક

મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. બ્રિજ પાસે આવે લા ઓપન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો કોર્પોરેટરો સહિતના લોકો કાર્યક્રમમાં હાજર છે. તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ચાણક્યપુરી બ્રિજથી કે. કે. નગર રોડ થઈ ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી જશે. ચાણક્યપુરી બ્રિજ પાસે પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં ધ્વજ લઇ અને પહોંચ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને હું કહેવા માગું છું કે આપણને આઝાદી મળી એના માટે અવિરત સંઘર્ષ કર્યો અને જીવન બલિદાન આપ્યું છે. યુદ્ધના મેદાનમાં અનેક લોકો તોપોની સામે ઊભા રહી ગયા હતા. એક જુસ્સો આઝાદી મેળવવાનો હતો. આપણાં પૂર્વજોએ આપેલું બલિદાનએ યુવા પેઢી માટે સંસ્કાર છે. આપણે આજે દેશ માટે મરી નથી શકતા પણ જીવી શકીએ છીએ.

ઘાટલોડિયાથી ભવ્ય તિરંગા યાત્રા થશે પ્રારંભ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગૃહમંત્રી હર્ષ સંધવી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. આ યાત્રામાં દેશની 3 પાંખોના જવાનો પણ હાજર છે. અસામ રેજિમેન્ટ ઓફ ઇન્ડિયન આર્મી પ્લાટુન જવાનો હાજર રહ્યાં છે. યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા છે. તો 30 હજારથી વધુ લોકો જોડાયા છે. ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષિક અને સ્થાનિકો તિરંગા યાત્રામાં જોડાયા છે.

લોહીનું ટીપું વ્હેડાવ્યા વગર 370 કલમ કશ્મીરમાંથી હટી ગઈઃ મુખ્યમંત્રી
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ભાવિ પેઢીને સંઘર્ષ ન કરવો પડે તેના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંકલ્પ કર્યો હતો. લોહીનું ટીપું વ્હેડાવ્યા વગર 370 કલમ કશ્મીરમાંથી હટી ગઈ છે. ગતવર્ષે કાશ્મીરથી કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા ઉજવ્યો હતો. આ અભિયાન જન જન અને ઘર ઘર સુધી પહોચ્યું અને સફળ થયું. આજથી 15 ઓગસ્ટ સુધી 1 કરોડથી વધુ તિરંગા ઘર ઘર સુધી લહેરાશે. 1 દિવસ પહેલા સંસદમાં વડાપ્રધાનની આગેવાનીમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ 3 દંડ વિધાન નાબૂદ કર્યા છે. આપણે સૌ સોશિયલ મિડિયા પર તિરંગાનો ફોટો મૂકીએ અને ઘર પર તિરંગો લહેરાઈ અને દેશ ભાવના બતાવીએ.

મુખ્યમંત્રી ચાણક્યપુરી ખાતે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, નેશન ફર્સ્ટની ભાવના સાથે આજે તિરંગા યાત્રા યોજાશે. જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના તમામ લોકો ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. ચાણકયપુરી બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા લઈને ઉભા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાણક્યપુરી ખાતે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *