પાટણ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિધ્ધપુર તાલુકાનાં પુનાસણ દેથળી રોડ ઉપર મુકેલું રૂા. 60 હજારનું બાઇક કોઈ ગત તા. 8 મીનાં રોજ ચોરી કરી ગયું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરનાં પુનાસણ દેથળી રોડ પર તાજેતરમાં તા. 7 મીનાં રોજ એક બાઇક ચાલક રોડ ઉપર ગાય આવી જતાં તે નીચે પટકાયો હતો. જેથી તેને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા પાટણની ધારપુરમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવનાં મૃતકનું અકસ્માતગ્રસ્ત બાઇક કોઇ ઉઠાવી કે ચોરી કરી ગયો હોવાની ફરિયાદ મૃતકનાં ભાઇ લીલાજી નોંધાવી હતી.
લીલાજીનાં દિયોદર (રૈયા)માં વિદ્યુતબોર્ડમાં હેલ્પર તરીકે નોકરી કરતાં ભાઇ ટીનાજી રે. પુનાસણ તા. સિધ્ધપુરવાળા તા. 7 મીનાં રોજ પોતાનાં ઘરેથી બાઇક ઉપર બહાર જતા હતા ત્યારે ગાય વચ્ચે આવતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા ટીનાજીને સારવાર માટે પાટણની ધારપુર સિવીલમાં ખસેડાયા હતા. જેની જાણ તેમનાં ભાઈ લીલાજીને થતાં તેઓએ ઘટના સ્થળે જઈને અકસ્માતગ્રસ્ત બાઇકને ઉભું કર્યુ હતું અને બાદમાં તેઓ ધારપુર ગયેલા અને તા. 8 મીનાં રોજ રાત્રે બે વાગે પુનાસણ દેથળી રોડ ઉપર આવીને જોયું તો તેમના ભાઇનું અકસ્માતગ્રસ્ત બાઇક તેની જગ્યાએ નહોતું. તેઓએ તેની શોધખોળ કરતાં બાઇક ન મળતાં તેમને ચોરી થયાની શંકા જતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.