The girl made a video call on WhatsApp and threatened to make the screenshot viral, later another person impersonated the cyber crime officer and extorted Rs 1.13 lakh. | યુવતીએ વોટ્સએપ પર વીડિયો કોલ કરી સક્રિનશોર્ટ વાઈરલ કરવાની ધમકી આપી, બાદમાં અન્ય શખ્સે સાયબર ક્રાઈમના ઓફીસરની ખોટી ઓળખ આપી રૂ.1.13 લાખ પડાવ્યા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Girl Made A Video Call On WhatsApp And Threatened To Make The Screenshot Viral, Later Another Person Impersonated The Cyber Crime Officer And Extorted Rs 1.13 Lakh.

નર્મદા (રાજપીપળા)13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામના એક શિક્ષક પાસેથી ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેનાર ઠગ ટોળકીના ચાર સાગરીતો વિરૂદ્ધ શિક્ષકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચુનિલાલ ગામીયાભાઇ વસાવા નામના શિક્ષકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મોબાઇલ નંબરના વોટસએપ ઉપરથી સુનિતા શર્મા નામની છોકરીની ઓળખ આપી હતી. વોટસએપ મેસેજો તથા વીડિયો કોલ કરી વીડિયો કોલીંગના સક્રિનશોર્ટ લઇ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવા માટે રૂ. 5000ની માગણી કરી હતી. ત્યારબાદ અન્ય બીજા મોબાઇલ નંબરના વપરાશ કર્તાએ રામકુમાર પાંડેય સાયબર ક્રાઈમ દિલ્હીના ઓફીસર હોવાની ખોટી ઓળખ આપી હતી.

તેમણે ફોન કરી તથા વોટસએપ મેસેજ કરી તમારા ન્યુડ વીડિયો યુ-ટ્યુબમાં અપલોડ થાય છે. તેને ડીલીટ કરવા માટે હું મોકલાવુ તે નંબર ઉપર વાત કરી પૈસા નાખી ડીલીટ સર્ટીફિકેટ મેળવવાની વાત કરી હતી.

વોટસએપના માધ્યમથી મોબાઇલ નંબર સંજય સિંઘ નામના વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. જે મોબાઇલ ફોન ઉપર વાત કરતા આ શિક્ષક પાસે વીડિયો ડિલીટ કરવા માટે રૂ.37,700ની માગણી કરી હતી.​​​​​​ ત્યારબાદ બીજા બે ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે બીજી વખત રૂ. 37,700 નખાવી તેમજ ત્રીજી વાર રૂ. 20,000 તથા ચોથી વખત રૂ.17,700 મળી કુલ રૂ. 1,13,100 PHONE pay, Google Pay તથા Paytmમાં નાખવાની વાત કરી હતી.

રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી ઠગાઇ કરીને વીડિયો અપલોડ કરીને ધમકી આપ્યાનો ગુનો કરનાર ચાર વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *