Accused who stole from Farsan shop two days ago in Rajkot arrested by police with possession, investigation reveals him to be a habitual criminal | રાજકોટમાં બે દિવસ અગાઉ ફરસાણની દુકાનમાં ચોરી કરનાર આરોપીની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી, તપાસમાં રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Accused Who Stole From Farsan Shop Two Days Ago In Rajkot Arrested By Police With Possession, Investigation Reveals Him To Be A Habitual Criminal

રાજકોટ2 કલાક પેહલા

  • કૉપી લિંક

બે દિવસ પેહલાં રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલ ફરસાણની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ બી.ડિવિઝન પોલીસે ઉકેલી નામચીન શખ્સ દશરથ ઉર્ફે દસ્તોને ઝડપી પાડી રૂ.3 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરસાણની દુકાનમાં થયેલ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીની થડામાં રાખેલા રોકડની ચોરી
મોરબી રોડ પર જકાતનાકા પાસે સતનામ સોસાયટીમાં રહેતાં ચંદુભાઇ અવચરભાઇ ભલગામાએ બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મોરબી રોડ સેટેલાઇટ ચોક રાધામીરા સોસાયટીમાં પ્રગતી સ્કુલની બાજુમાં ચામુંડા ફરસાણ નામની દુકાન ચલાવે છે. સાંજના 6 વાગ્યે કોઇ ગ્રાહક ન હોય અને વાસણ ધોવાના હોય જેથી તેઓ પાછળના ભાગે ચોકડીમાં વાસણ ધોવા માટે ગયેલ અને આશરે પાંચેક મિનિટ બાદ પરત આવતા દુકાનના થડાનું ખાનું ખુલ્લુ હોય જેથી ચોરી થયાની શંકા જતા દુકાનના વેપારના રૂપિયા રાખેલ થડાના ખાનામાં જોતા તેમા રાખેલ રોકડા રૂ.3700 જોવામા આવેલ નહી.

સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલ્યો
જે અંગે સીસીટીવી ફુટેજ ચેક કરતાં તેમાં કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યાનું સામે આવતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસ ટીમે સીસીટીવી ફુટેજ અને ઈ-ગુજકોપ પોકેટ એપ તેમજ હ્યુમન સોર્સીસના આધારે તપાસ આદરી ચોરીનો ભેદ ઉકેલી દશરથ ઉર્ફે દસ્તો ગભૂ જોગરણાને દબોચી રૂ.3 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.​​​​​​​

અગાઉ પણ અલગ-અલગ ગુનામાં નામ નોંધાયું
​​​​​​​
ચોરીના ગુનામાં પકડાયેલા નામચીન દશરથ ઉર્ફે દસ્તો વિરૂદ્ધ અગાઉ પણ રાજકોટના અલગ-અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, બાઇક ચોરી, જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *