મોરબી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબી અને વાંકાનેર પોલીસ ટીમોએ પાંચ સ્થળોએ જુગાર રેડ કરીને જુગાર રમતા 24 જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલી રેડ
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ઢુવા માટેલ રોડ પર રેડ સવારે રેડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા કરણ મકવાણા, નીલેશ ભામાણી, ધીરજ ઉર્ફે અજય બાવળિયા, સંજય વાળા, રાજુ મકવાણા, અજય લીંબડીયા અને વિજય રોજાસરા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 11,230 અને 3 બાઈત કીંમત રૂ. 90 હજાર મળીને કુલ રૂ 1,01,230 નો મુદ્દામાલ કબજે લીધો છે.
બીજી રેડ
જ્યારે બીજી રેડ વાંકાનેર સીટી પોલીસ ટીમે હશનપર ગામે રાતે રેડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા સુરેશ ઉધરેજા, રવિ સારલા, કિશન વિંજવાડિયા, જગદીશ અબાસણીયા અને વિજય પરસોંડા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 12,950 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજી રેડ
મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમે ત્રાજપર ગામમાં રાતે જાહેર જુગાર રમતા સંજય ઉર્ફે ચનો કુંવરીયા, ભરત ઝંઝવાડિયા, વિશાલ સાતોલા અને સિકંદર દાવલીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 4700 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચોથી રેડ
મોરબી બી-ડીવીઝન પોલીસે રાતે ભીમસર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઈ પરમાર, રવિભાઈ જાલા અને ભાણજીભાઈ વાઘેલા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 5550 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પાંચમી રેડ
જ્યારે પાંચમી રેડ મોરબી બી-ડીવીઝન પોલીસે રાતે કોસ્મો સિરામિક સામે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ હળવદીયા, રોહિત કુન્ધીયા, અજય હળવદીયા, જીગા ઓગાણીયા અને સાગર હળવદીયા એમ પાંચ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ 6450 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.