અમદાવાદ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે. ત્યારે gnews24x7ે કુલ 15માંથી 8 મહિલા ધારાસભ્ય સાથે આ ગ્રાન્ટમાંથી કઈ જગ્યાએ રસ્તો બનાવવામાં આવશે એ અંગે વાતચીત કરી હતી, જેમાં વાવનાં ધારાસભ્ય ગેનીબેને કહ્યું હતું કે સવા કરોડમાં તો બે કિમીનો ડામર રોડ બને, બીજું કંઈ ન બને ભાઈ…, જ્યારે નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેને કહ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બનાવીશું.
જરૂર લાગશે ત્યાં ડામર રોડ બનાવીશું
આ અંગે વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જરૂર લાગશે ત્યાં ડામર રોડ બનાવીશું. માર્ગ અને મકાન વિભાગ દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રોત્સાહનના ભાગરૂપે ગ્રાન્ટ આપે છે, જેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીએ છીએ. ત્યારે આ ગ્રાન્ટમાંથી પણ જ્યાં જરૂર હશે ત્યાં ડામર રોડ બનાવીશું
વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર.
જનતાને રાહત થાય એવી રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરાશે
લિંબાયતનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જનતાને રાહત થાય એવી રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે રોડ બનાવવા માટે એવા વિસ્તારની પસંદગી કરવામાં આવશે, જેનાથી મહત્તમ જનતાને લાભ થાય.
લિંબાયતનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ.
નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા બનાવાશે
રાજકોટ પશ્ચિમ બેઠકનાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે મારા વિધાનસભા મત વિસ્તારમાં નવા ભળેલા મુંજકા અને રૈયાધાર વિસ્તારમાં ગ્રાન્ટનો ઉપયોગ કરી જનતાને સારી સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરાશે તથા જ્યાં જરૂર હશે ત્યાં પેવરબ્લોક મુકાવી ગ્રાન્ટનો ઉપયોગ કરાશે.
વડોદરાનાં ધારાસભ્ય મનીષાબેન વકીલ.
અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બનાવાશે
નાંદોદનાં ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું હતું કે અમે આ ગ્રાન્ટનો ઉપયોગ મારા વિધાનસભા મત વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં કરીશું. આ ગ્રાન્ટમાંથી અંતરિયાળ વિસ્તારમાં રોડ-રસ્તાનાં કામો કરવામાં આવશે, જેનાથી જનતાને રાહત થશે.
નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ.
સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક કરી લેવાશે નિર્ણય
અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વિસ્તારમાં કઇ જગ્યાએ રોડ બનાવવો એ અંગે નિર્ણય લેવાશે. અને આ ગ્રાન્ટનો ઉપયોગ કરાશે.
મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર.
આરોગ્ય કેન્દ્ર અને સ્કૂલ-કોલેજો તરફ જતા રસ્તા સારા બનાવીશું
પંચમહાલના મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર, શાળા-કોલેજો, આંગણવાડી, સીએચસી અને પીએચસી તરફ જતા રસ્તાઓ સારા બનાવવા ગ્રાન્ટનો ઉપયોગ કરીશું.
અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા.
ટીપી વિસ્તારના રસ્તાઓ બનાવીશું
વડોદરા શહેરનાં ધારાસભ્ય મનીષા વકીલે આ ગ્રાન્ટમાંથી વડોદરા શહેરના ટીપી વિસ્તારોમાં 9 મીટરના અને 12 મીટરના રોડ-રસ્તાનાં કામો કરવાની ખાતરી આપી છે તથા જ્યાં જરૂરિયાત હોય ત્યાં 1થી 2 કિલમીટરના રસ્તાઓ પણ આ ગ્રાન્ટમાંથી બનાવાશે.
લોકોની માગ હશે ત્યાં રોડ બનાવાશે
નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે લોકોની માગ હશે એવા વિસ્તારોમાં રોડ બનાવવામાં આવશે. આ સાથે વિધાનસભા મત વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બનાવવા માટેનાં કામો હજી બાકી છે, ત્યાં કામ પૂર્ણ કરાશે તથા રોડ બનાવવા માટે ખાસ કરીને નાની ચાલીઓ અને આંતરિક રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
.