After demanding money from a financier in Nagarwada, a mob attacked, ransacked and pelted stones face-to-face, threatening to fight. | નગરવાડામાં ફાઇનાન્સર પાસે પૈસા માંગ્યા બાદ ટોળાએ હુમલો કર્યો, ઝઘડાની અદાવત રાખી તોડફોડ કરતા સામસામે પથ્થરમારો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Demanding Money From A Financier In Nagarwada, A Mob Attacked, Ransacked And Pelted Stones Face to face, Threatening To Fight.

વડોદરા5 કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે ઝગડો થતા એક વ્યકિતને ટોળાંએ માર મારતા પથ્થર મારો થયો હતો. આ મામલે 10 લોકો સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મને બૂમ મારતા હું મારુ એક્ટીવા લઇને ઉભો રહ્યો
વડોદરાના કારેલીબાગમાં રહેતા દિલીપભાઇ ધનજીભાઇ મકવાણાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રીના આશરે 10.30 વાગ્યાના સુમારે મારી ફાઇનાન્સની ઓફિસ બંધ કરીને મારી એકટીવા લઈને જતો હતો. આ દરમિયાન વિધ્યાનંદ ચોક મહાદેવ મંદિરની બાજુમાં રાણાવાસ નાગરવાડા ખાતે વિકાસ ચંદ્રકાંત રાણા (રહે. ગવર્મેન્ટ કવાર્ટ્સ નાગરવાડા, નવીધરતી કારેલીબાગ, વડોદરા), જીગ્નેશ અંબાલાલ રાણા (રહે. બળીયાદેવ મંદીર પાસે, નાગરવાડા નવી ધરતી કારેલીબાગ વડોદરા) તથા તેજસ રાણા (રહે.ફતેહપુરા, વડોદરા) ઉભા હોવાથી વિકાસ રાણાએ મને બૂમ મારતા હું મારુ એક્ટીવા લઇને ઉભો રહ્યો હતો.

ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા
તેણે મને જણાવ્યું હતું કે, મારે પૈસાની જરુર છે. તમારી પાસે પૈસા હોય તો આપો. આ દરમ્યાન તેજસ રાણાએ દારુ પિધેલ હોય તેવી મને શંકા જતા મેં તેઓને જણાવ્યું કે, તમે આ બધુ અહી ના કરતા, જેથી તેઓ મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા અને તેનુ ઉપરાણુ લઇ ત્યા ઉભેલ જીજ્ઞેશ અંબાલાલ રાણા તથા વિકાસ ચંન્દ્રકાંત રાણા તથા રાજ જીગ્નેશભાઇ રાણા તથા કિષ્ના ચંન્દ્રકાંતભાઇ રાણા નાઓ એક સંપ થઇને મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગ્યા હતા અને તમામ એકદમ ઉશ્કેરાઈ જઈને મને બિભત્સ ગાળો આપવા લાગ્યા અને મારી સાથે ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

તોડફોડ કરતા સામસામે પથ્થરમારો કર્યો
તે દરમિયાન તેજસ રાણાએ મને ફેટ મારતા કપાળના ભાગે જમણી બાજુ સામાન્ય ઇજા થઈ હતી અને ત્યારબાદ આ ઝઘડાની અદાવત રાખી હેમંતભાઇ રાણા (રહે.બળીયાદેવ મંદીરની બાજુમાં રાણાવાસ કારેલીબાગ વડોદરા), મોદી મફતભાઇ રાણા (રહે.વિશ્વાનંદ ચોકની અંદર, કારેલીબાગ વડોદરા), પંકજ ઉર્ફે તમાકુ રાણા (રહે. મહારાણા પ્રતાપ હોલની સામેની ગલીમાં, રાણાવાસ, કારેલીબાગ, વડોદરા ), આકાશ ચંન્દ્રકાંત રાણા (રહે. ગવર્મેટ કવાર્ટ્સ નાગરવાડા નવીધરતી કારેલીબાગ વડોદરા) તથા અશ્વિન સોમાભાઇ સણા (રહે. ગણેશ પ્રોવિઝન સ્ટોરનામ ની દુકાન વિધ્યાનંદ ચોકની બાજુમાં કારેલીબાગ વડોદરા) એક સંપ થઇ ભેગા મળી રાત્રીના આશરે 11.30 વાગ્યાના સુમારે મારા ભાઇ વિક્રમ મકવાણાના ઘરે ગેરકાયેદર પ્રવેશ કરી ઘરમાં રહેલ એ.સી તથા ટીવી ફીજ અને ઘરના દરવાજો તથા કુંડાઓ તોડી નાખ્યા હતા અને સામ સામે પથ્થરમારો કર્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *