અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હવે બીટવેલની તપાસ કરી અને તેના રિપોર્ટ અને ઇન્જેક્શન તેમજ દવાઓ આપવા માટેની સુવિધા ઉભી કરવા અંગે આજે ભાજપના સત્તાધિશોએ અધિકારીઓને સૂચન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે લોકોમાં બીટવેલ ઘટવાના ઘણા કેસો આવતા હોય છે. બીટવેલના બહાર ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાય છે, જે મોંઘા પડે છે. જેથી નાગરિકોને સસ્તા દરે બીટવેલના રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં કરી આપવામાં આવે અને તેની દવા તેમજ ઇન્જેક્શન પણ આપવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
ગેરકાયદેસર પાથરણાવાળાઓને હટાવ્યા
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર બજારમાં ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાવાળાઓને પોલીસ દ્વારા ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. ભદ્રમાંથી પાથરણા વાળાઓને હટાવવામાં આવતા હવે તેઓ લો ગાર્ડન ખાતે ગેરકાયદેસર રીતે બેસતા હોવા અંગેની ફરિયાદ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. બપોર બાદ લોગાર્ડન ખાતે ગેરકાયદેસર રીતે રોડ ઉપર આવા ફેરિયાઓ બેસે છે. જેના કારણે ત્યાં એરિયાઓ ન બેસે તેના માટે થઈને એસ્ટેટ વિભાગને ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સમસ્યા અને ફરિયાદોના ઉકેલ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસમાં શહેરના વિવિધ વોર્ડમાંથી 5997 જેટલી ફરિયાદો મળી છે. જેમાં 4,838 જેટલી ફરિયાદોનું સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો માટે રાખવામાં આવી છે. બાકી રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હજી 14 ઓગસ્ટ સુધી અલગ-અલગ વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે જેને લઈને નાગરિકો દ્વારા પોતાની ફરિયાદો અને રજૂઆત કરી શકશે.
.