A complaint was registered outside the SMIMER Hospital Forensic Department of doctors fighting with bare hands, assaulting the in-charge HOD | ફોરેન્સિક વિભાગની બહાર ડોક્ટરો વચ્ચે છુટા હાથની મારામારી, ઇન્ચાર્જ એચઓડી ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Complaint Was Registered Outside The SMIMER Hospital Forensic Department Of Doctors Fighting With Bare Hands, Assaulting The In charge HOD

સુરત12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે. ક્યારેક હોસ્પિટલમાં અસુવિધા ના કારણે તો ક્યારેક ડોક્ટરોની વચ્ચે થતા વ્યવહારના કારણે તાજેતરમાં જ એક ડોક્ટરને દોડાવીને માર મારવાની ઘટના સામે આવી હતી. હજી તો એ ચર્ચા શાંત પડી નથી ત્યાં ફરી એક ડોક્ટર દ્વારા બીજા ડોક્ટર ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે.

ફોરેન્સિક મેડિસિન વિભાગના ઇન્ચાર્જ પર હુમલો
ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ એચઓડી અને જુનિયર ડોક્ટરની વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આજે સવારે અંદાજે 10:00 વાગ્યાની આસપાસ આ ઘટના હોસ્પિટલમાં બનતા ચર્ચાનો વિષય બની હતી. ફોરેન્સિક મેડિસિન વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર પ્રજાપતિએ જુનિયર ડોક્ટર દિપક સિંગલ જાણ કર્યા વગર હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર રહ્યા ન હતા. આ બાબતે પૂછતા બંને ડોક્ટરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. આ બાબત હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ સુધી પણ પહોંચી હતી.

વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
ડૉ. પ્રણવ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે સવારે જ્યારે હું હોસ્પિટલમાં આવ્યો ત્યારે અમારા જુનિયર ડોક્ટર દિપક સિંઘલ હાજર હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે ગઈકાલે તમે ફરજ ઉપર હાજર કેમ ન હતા. તેમજ ત્રણ વખત ફોન કરવા છતાં પણ ફોન રિસીવ કેમ નહોતો કર્યો. આ બાબતે તેઓ ઉશકેરાઈ ગયા હતા અને મને તમાચો મારી દીધો હતો. તેમ જ મારા ઉપર ખુરશી પણ ફેંકી હતી. દિપક સિંગલે ભૂતકાળમાં પણ અમારા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ જોડે અશોભનિય વર્તન કર્યું છે. મારી સાથે પણ તેમનો વ્યવહાર સારો ન હતો. અભદ્ર ભાષામાં ગાળો પણ આપી હતી. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *