અમરેલી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સામાન્ય રીતે ગીરની સિંહણો માત્ર એક- બે કે ત્રણ બચ્ચાંને જન્મ આપે છે
ગીરના સાવજો હવે માત્ર જંગલના સાવજો નથી રહ્યાં. સૌરાષ્ટ્રના જુદાજુદા વિસ્તારમા આ સાવજો પ્રસરી રહ્યાં છે તેમ તેમ તેની રહેણીકરણી, કદ કાઠી વિગેરેમા પણ પરિવર્તન આવી રહ્યું છે. આવી જ રીતે ગીરના સાવજો કરતા રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાની સિંહણોના બચ્ચા પેદા કરવાની ક્ષમતા પણ વધી હોવાનુ સ્પષ્ટ જોઇ શકાય છે. જંગલની સિંહણ એક કે બે જ બચ્ચાને જન્મ આપે છે પરંતુ દરિયાકાંઠાની મોટાભાગની સિંહણો ચાર કે પાંચ બચ્ચાને જન્મ આપી રહી છે.
રાજુલા જાફરાબાદ પંથકમા સાવજોના ભરપુર વિકાસ માટે સાનુકુળ માહોલ છે. જોઇએ ત્યારે અને જોઇએ તેટલો શિકાર સાવજોને સરળતાથી મળી રહે છે. આ વિશાળ પ્રદેશમા સાવજોની ટેરેટરી 30 કિમી કરતા પણ વધુ લાંબી જોવા મળે છે. ઇનફાઇટ જેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે.
જાણે સાવજો સંપીને રહેતા હોય તેવા માહોલ વચ્ચે સિંહણોનુ કદ આખો ગાડા મારગ રોકી લે તેવડુ વિકસી રહ્યું છે. શારીરિક વિકાસની સાથે સિંહણોની પ્રજનનની ફળદ્રુપતા પણ વધી હોય કોઇ સિંહણ ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે તે વાત તો તદન સામાન્ય છે. બહુ જાજા કિસ્સામા સિંહણો પાંચ પાંચ બચ્ચાને જન્મ આપી રહી છે.
ગીરનો ‘કસાબ’ એક સાથે 7 મારણ કરી એક આરોગે છે
વિપુલ લાલાણી, વિસાવદર | ગીરમાં ‘કસાબ’ સિંહ આજકાલ બહુ ચર્ચામાં છે. તેની આંતકી તરીકેની છાપ છે. તે દીવાલો કૂદી એકી સાથે 6 થી 7 પશુને ફાડી ખાવા બાદ એકની જ મિજબાની માણવી વળી એમની ખૂંખારતા તો એવી છે કે વનકર્મીઓ પણ પાસે જતા ડર અનુભવી રહ્યાં છે. કસાબ સિંહ નો જન્મ દેવળીયા રેન્જ ના દાદરેસા ડુંગર વિસ્તાર માં થયેલ છે, અને તેમના પિતાનું નામ જાંબો હતું.
કયા વિસ્તારમાં 5 બચ્ચાંવાળી સિંહણો?
- પીપાવાવ પોર્ટ વિસ્તારની સિંહણને પાંચ બચ્ચા છે
- ટોરેન્ટની સિંહણ પાંચ બચ્ચા સાથે આંટા મારી રહી છે
- નર્મદા કંપનીના માઈન્સ વિસ્તારમાં સિંહણે પાંચ સિંહબાળ જન્મ્યા
- ધારેશ્વર ડેમ નજીક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે.
- વાવેરા નજીકની એક સિંહણને પાંચ બચ્ચાનો જન્મ થયો છે.
.