Nargol Panchayat will honor the families of martyrs and freedom fighters | નારગોલ પંચાયત શહીદો અને સ્વાતંત્રતા સેનાનીના પરિવારનું બહુમાન કરશે

Spread the love

ઉમરગામએક કલાક પેહલા

  • કૉપી લિંક

નારગોલ ગ્રામ સભામાં શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનો બહુમાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે “મેરી મિટ્ટી મેરા દેશ”, “મિટ્ટીકો નમન વિરો કો વંદન” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશની સાથે નારગોલ ગ્રામ પંચાયત અમૃત સરોવર ખાતે 11 ઓગસ્ટે સવારે 9:00 કલાકે સરપંચ સ્વીટી ભંડારીની અધ્યક્ષતામાં મળનારી ગ્રામ સભામાં મૂળ નારગોલના એવા વિલે પારલે મુંબઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત સાતમી ડાયેટર સ્વાતંત્ર્ય સેનાની નવાઝબેન જમશેદજી હવેવાલા,ત હિંમતસિંહ ચૌહાણ તેમજ શહીદ નીતિન ભગતના પરિવારનું વિશેષ બહુમાન કરાશે.જેમાં સહિદ નીતિંચંદ્ર જગજીવનભાઈ ભગત નારગોલ ગામના માછીમાર પરિવારના યુવાન હતા જેઓ ભારતીય સેનામાં ફરજ દરમિયાન 1995 માં આતંકવાદીની ગોળીથી ઇજાગ્રસ્ત થયા બાદ તેઓનું 2009માં દેહાંત થયું હતું.તેમજ હિંમતસિંહ ભીખાજી ચૌહાણ મૂળ બારડોલીના વતની હતા જેમણે હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો. આ બંનેના પરિવારનું સન્માન કરાશે. તથા શહિદોની તકતી પણ લગાવવામાં આવશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *