અમદાવાદ3 કલાક પેહલા
- કૉપી લિંક
ફી રેગ્યુલશન કમિટી દ્વારા રાજ્યની 101 જેટલી ટેકનિકલ કોલેજોની પ્રોવિઝનલ ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં 101 ટેકનિકલ કોલેજોની 31500 થી લઇને 1.78 લાખ નક્કી કરાઇ છે.અમદાવાદની એલ એમ ફાર્મસી કોલેજની સૌથી વધુ 178500 ફી જાહેર કરવામાં આવી છે. અંતિમ ફી પ્રોવીઝનલથી વધે કે ઘટે તે જેતે સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સરભર કરવાની રહેશે.
કોલેજોની ફી 31,500થી લઇને 1.78 લાખ નક્કી કરાઇ
રાજ્યના ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિના પ્રવક્તા દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.વર્ષ 2023-24થી 2025-26 સુધીનાં વર્ષો માટે રાજ્યમાં કાયદા હેઠળ નોટિફાય થયેલ અભ્યાસક્રમો ચલાવતી 101 ટેકનિકલ કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરાઇ છે. અલગ-અલગ કોલેજોની ફી 31,500થી લઇને 1.78 લાખ નક્કી કરાઇ છે. અમદાવાદની એલ એમ ફાર્મસી કોલેજની સૌથી વધુ 1,78,500 ફી નક્કી કરાઇ છે. અદાણી યુનિ.ની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સાયન્સની ફી 162500 નક્કી કરાઇ છે.સુરતની સાર્વજનીક એન્જી. કોલેજની 1.28 લાખ ફી નક્કી કરાઇ છે.વલ્લભવિદ્યાનગરની જી એચ પટેલ ઓફ એન્જીનિયરિંગની ફી 1,27,500 નક્કી કરાઇ છે. નવરચના યુનિની પ્રોવીઝનલ ફી 1.19 લાખ નક્કી કરાઇ, યુનિવર્સિટીએ 1.62 લાખ ફી માંગી હતી. પ્રાઇમરી ફાર્મસી કોલેજની સૌથી ઓછી પ્રોવીઝનલ ફી 31,500 જાહેર કરાઇ છે. મહત્વનું છે કે અંતિમ ફી પ્રોવીઝનલથી વધે કે ઘટે તે જેતે સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સરભર કરવાની રહેશે.
.