અમદાવાદ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં ધંધામાં પૈસાની લેવડદેવડમાં અદાવત રાખીને બે શખ્સોએ એક વ્યક્તિને રસ્તામાં ગાડીમાંથી ઉતારીને બિભત્સ ગાળો બોલી હતી અને લાકડીથી માર માર્યો હતો. ત્યાર બાદ જો પૈસા માંગીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકી પણ આપી હતી. જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેશભાઇ પટેલ જમીન લે-વેચ નો વેપાર ધંધો કરે છે તથા આજથી 23 વર્ષ પહેલાની પટેલ રામાભાઇ મોહનદાસ નામની આંગડીયા પેઢી ચલાવતા હતાં. તેમના મામાના દિકરા પ્રવીણભાઇ પટેલ આ પેઢીમા ભાગીદાર હતા.
પૈસાના કારણે મતભેદ ઉભા થયા
આશરે ત્રણેક વર્ષ પહેલા સુરેશભાઈને પ્રવીણભાઇ પટેલ સાથે આ આંગડીયા પેઢીમા તેમની પાસેથી પેઢીના ધંધાકીય લેવડ-દેવડના પૈસા લેવાના થતા હોવાથી તેમની પાસેથી પૈસા માગતા પ્રવીણભાઇ પટેલ સાથે મતભેદ ઉભા થયા હતા અને ત્યારથી તેમની પાસેથી આ પેઢીના ધંધાકીય લેવડ-દેવડના પૈસા લેવાના થતા હોવાથી ઘણી મિટિંગો થયેલ પરંતુ તેમણે આ ધંધાકીય પૈસા આપેલ નહિ અને સુરેશભાઈના મોબાઈલ ફોન ઉપર પ્રવિણભાઈ પટેલનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે, તારો કોઈ હિસાબ લેવાનો નીકળતો નથી. તને કંઈ પૈસા હું આપવાનો નથી તેમ કહી મને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને તારા હાથ પગ તોડાવી નંખાવીશ તેવી ધમકી આપી હતી પરંતુ, મામાનો દીકરો થતો હોવાથી ઘરમેળે પતી જશે તેમ સમજી સુરેશભાઈએ તે વખતે ફરિયાદ કરી નહોતી.
અજાણ્યો ઇસમ બિભત્સ ગાળો બોલવા લાગ્યો
ચારેક દિવસ પહેલા સુરેશભાઈ તેમની ગાડીમાં છારોડી તળાવની આગળ સર્વિસ રોડ પર આવેલ અને ત્યા તેમના જમીનના દલાલીના કામ અર્થે તેમના મિત્ર જયેશભાઇ પટેલ અને અમિતભાઇ પટેલને મળવાનુ હતુ. તેઓ ગાડીમાં બેસેલ હતાં તે વખતે તેમની પાસે એક અજાણ્યો ઇસમ આવેલ અને જણાવેલ કે, બહાર આવો મારે તમારૂ કામ છે. સુરેશભાઈ ગાડીમાથી બહાર ઉતરેલ અને આ અજાણ્યો ઇસમની પાસે બીજો એક અજાણ્યો ઇસમ આવેલ અને તેના હાથમા એક લાકડી હતી અને મને કહેવા લાગેલ કે, અમને પ્રવિણભાઈ પટેલે મોકલ્યા છે અને તુ પ્રવીણભાઇ પટેલને પૈસા માગી કેમ હેરાન કરે છે તેમ કહી આ અજાણ્યો ઇસમ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તે સુરેશભાઈને લાકડી વડે જેમ ફાવે તેમ મારવા લાગેલો ત્યારબાદ ઈસમે લાકડાનો દંડો લઈને મને કહેવા લાગેલ કે, પ્રવિણને તુ હેરાન કરે છે તેમ કહી મને લાકડાનો દંડો ડાબા હાથે તથા બન્ને પગે તથા ડાબી બાજુ છાતીના નીચેના ભાગે માર્યો હતો.
હવે તું માગી હેરાન કરીશ તો જાનથી મારી નાખીશું
આ અજાણ્યા ઈસમે તેમને કહ્યું હતું કે, હવે તું આ પ્રવીણને પૈસા માગી હેરાન કરીશ તો તને અને તારા ખાનદાનને જાનથી મારી નાખીશું તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તે વખતે તેમના બન્ને મિત્રો જયેશભાઇ બાબુલાલ પટેલ અને અમિતભાઇ મોહનભાઇ પટેલ ત્યા આવતા આ બન્ને ઇસમો ત્યાથી ભાગી ગયા હતાં. સુરેશભાઈને હાથમા લોહી નીકળતા બન્ને મિત્રો તેમને ચાણક્યપૂરી ડો.રાજગોરના દવાખાના ખાતે લઈ ગયેલ અને સારવાર ચાલુ કરાવી હતી. ત્યાથી સારવાર લઈને સુરેશભાઈ તેમના ઘરે જતા રહ્યા હતાં. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
.