અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીમાં આજે એડમિશન પ્રક્રિયાને લઈને નીડ કમિટીની બેઠક મળી હતી.આ બેઠકમાં કેટલાક કોર્સમાં બેઠક વધારવામાં આવી છે તો કેટલાક કોર્સમાં વર્ગ વધારો પણ આપવામાં આવ્યો છે. BA, B.COM, BBA, BCA, M.SC IT અને માયક્રોબાયોલોજીમાં બેઠક તથા વર્ગવધારો કરવામાં આવ્યો છે.
કોલેજોમાં બેઠક વધારી
BAમાં 7 ગ્રાન્ટેડ કોલેજમાં 535 બેઠક જ્યારે ખાનગીની 1 કોલેજમાં 220 બેઠક વધારવામાં આવી છે. B.comમાં ગ્રાન્ટેડની 4 કોલેજમાં 130 બેઠક વધારવામાં આવી છે. 1 ગુજરાતી માધ્યમનો વર્ગ ઈંગ્લીશ માધ્યમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. BBA પણ 1 ખાનગી કોલેજમાં 1 વર્ગનો વધારો કરવામાં આવ્યો છે. BCAમાં 5 કોલેજમાં 6 વર્ગ વધારવામાં આવ્યા છે. કે.એસ સ્કૂલમાં M.sc itમાં 1 વર્ગનો વધારો કરવામાં આવ્યો છે. માયક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં M.sc માઇક્રોબાયોલોજીમાં ગ્રાન્ટેડ 10 બેઠક વધારવામાં આવી છે.
.