જુનાગઢ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
જુનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બાયોડીઝલના નામે પ્રદૂષણને નુકસાન કરતા અને ગેરકાયદેસર રીતે વેચાતા પેટ્રોલિયમના જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતા હોવાની બાતમીના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિસાવદર નજીક થી લાખો રૂપિયાના મુદ્દા માલ ને ઝડપી પાડવામાં આવ્યો છે..
થોડા દિવસો પહેલા જ રાત્રિના સમયે માંગરોળ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેને લઇ જુનાગઢ આઈજી નિલેશ ઝાંઝડીયા અને એસપી હર્ષદ મહેતા દ્વારા હજુ પણ જિલ્લામાં આવા ઈસમો જે ગેરકાયદેસર રીતે પ્રવાહી વેચતા હોય તેને પકડી પાડવા સૂચના અપાતા જૂનાગઢના ડીવાએસપી હિતેષ ધાંધલ્યાના માગૅદશૅન થી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઈ જે.જે.પટેલ પીએસઆઈ જે.જે.ગઢવી પીએસઆઈ ડી.કે.ઝાલા અને પોલીસ સ્ટાફના માણસો આવા ગીર કાયદેસર રીતે પ્રવાહીનું વેચાણ કરતા તત્વોને પકડવા સક્રિય બન્યા હતા ત્યારે હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી,મહેન્દ્રભાઇ ડેર અને દિપકભાઇ બડવાને બાતમી મળી કે કેટલાક ઈસમો વિસાવદર,માંડાવડ ચોકડી થી બગસરા રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલ શીવ શકિત મીની ઓઇલ મીલ નામના શેડમાં બોયડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ(જ્વલનશીલ) પ્રવાહીનું વેંચાણ કરે છે અને હાલ વેચાણ ચાલુ છે. જે બાતમીના આધારે તે જગ્યા પર રેઇડ કરતા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા અમદખા ગુલાબખા લોધી અને તેજસ શાંતિલાલ ગણાત્રા ને પકડી પાડવામાં આવ્યા હતા. અત્યારે આ બંને ઇસમોના સાથીદાર અક્ષય સોજીત્રાનું પણ નામ ખૂલ્યું છે.
પકડાયેલ બંને ઇસમોના કબ્જા માંથી જવલનશીલ પ્રવાહી આશરે 12,000 લીટર, જ ની કિં રૂ.8,40,000 ,આ પ્રવાહીના પ્લાના ટાંકા નંગ-4 ની કિ.રૂ.12,000,ફયુઅલ મશીન કિ.રૂ.25,000,મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.15,000 તેમજ પ્રવાહીમાં વપરાતો મુદ્દામાલ મળી કુલ કિં રૂ 8,92,500 પકડી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.