જૂનાગઢ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
- જૂનાગઢ બાયપાસના નિર્માણથી ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ
- જૂન 2024માં ફરી આ સ્થિતી ન થાય તે માટે જમીન સંપાદન કરી ભૂલ સુધારો
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવાયેલ જેતપુર- સોમનાથ હાઇવે પૈકીનો જૂનાગઢ બાયપાસ જે 19.60 કિમીમાંથી પસાર થાય છે તે વિસ્તાર ખેતીવાડીનો છે. હાઇવે ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં પાણી નિકાલના વહેણને અવગણીને કામગીરી કરાઇ છે. ખાસ કરીને કુદરતી પાણીના જે વહેણ હતા તેને બિનતાંત્રિક રીતે ડાયવર્ટ કરી કેચમેન્ટ વિસ્તારને ધ્યાને લીધા વિના રોડનું નિર્માણ કરાયું છે. જેના પરિણામે જે ખેડૂતોની જમીન બાયપાસમાં સંપાદન થઇ છે તેમના ખેતરે જવાના રસ્તા બંધ થઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની પણ ભિતિ છે.
ત્યારે આ સમસ્યાનું નિવારણ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ્યાં પુલ કેચમેન્ટ વિસ્તારને અવગણીને હાઇવેની કામગીરી કરી છે ત્યાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ તે જરૂરી છે. જો જમીન સંપાદન કરી આ ભૂલ સુધારાય તો જ આ સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે.
આ પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી છે. ત્યારે અત્યારથી જ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં નહિ આવે તો સ્થાનિક ખેડૂતોને જૂન 2024માં પણ ફરી આવી જ સમસ્યાનો સામનો કરવો પડશે. માટે આ અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરવા ખેડૂત હિત રક્ષકસમિતિના કન્વિનર અતુલ શેખડા અને ઉપપ્રમુખ હમીર રામે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
.