જૂનાગઢએક મિનિટ પહેલા
- કૉપી લિંક
જંગલનો રાજા એટલે કે સિંહ અને એમાં પણ ખાસ કરી સિંહ એ ગીરના જંગલનું ઘરેણું છે. ગીરના જંગલ વિસ્તારને સિહો પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે. ત્યારે અહીં વસતા માલધારીઓ અને સિહોને વારંવાર ભેટો થતો હોય છે, પરંતુ સિંહો ક્યારેય માનવ પર હુમલો નથી કરતા. સાસણ ગીર વિસ્તારના વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને જંગલમાં સિંહનું જતન કરતા ટ્રેકરને વર્ષો જૂનો સિંહ સાથે નાતો છે. વર્ષોથી ગીરના જંગલ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા માલધારીઓ સિંહોની રહેણી અને હાલ ચાલતી પુરા વાકેફ થઈ ગયા છે. શિકારની શોધમાં ઘણીવા સિંહ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે, પરંતુ મનુષ્ય જીવ પર ક્યારેય હુમલો કર્યો હોય તેવું બન્યું નથી.
સિંહ ક્યારેય માનવ પર હુમલો નથી કરતા: માલધારી
gnews24x7 સાથેની વાતચીત ડાઢીયા નેશના માલધારી બાબુભાઈ કરમટાએ જણાવ્યું હતું કે, સિંહનો અને અમારો નાતો બે ભાઇઓ જેવો છે. સિંહે અત્યાર સુધી માણસ પર એટેક કર્યો હોય તેવું બન્યું નથી. આ ગીરના વિસ્તારમાં ઘણા માલધારીઓ વર્ષોથી રહે છે, સિંહ પશુઓનો વારંવાર શિકાર કરતા હોય છે, પરંતુ લોકો પર ક્યારેય હુમલો કર્યો નથી. અમારા બાળકો અમારા નેસની બાજુમાં રમતા હોય છે ત્યારે ઘણીવાર સિંહ નીકળે છે, પરંતુ તે તેની દિશામાં આગળ ચાલ્યો જાય છે. અમારા દ્વારા પણ ક્યારેય સિંહોની હેરાનગતી કરવામાં નથી આવતી અને સિંહ પણ ક્યારેય અમારા માલધારી ઉપર હુમલો કર્યો નથી, કારણ કે સિંહ એ રોયલ પ્રાણી છે.
ડાબેથી વાઇલ્ડ ઓફ ડિવિઝનના ટ્રેકર ઈમ્તિયાઝ બલોચ અને માલધારી બાબુભાઈ કરમટા.
સામે મળે તો પણ સાઇડમાંથી નીકળી જાય: માલધારી
માલધારીઓ અને સિંહોનો ભાઈ જેવો નાતો ગણાવતા બાબુભાઈ કરમટા વધુમાં જણાવે છે કે, અમારા બાપદાદાઓ આ ગીરના જંગલના દેશોમાં વર્ષોથી રહેતા આવ્યા છે. 44 વર્ષથી હું પોતે આ ગીરના નેસ વિસ્તારમાં રહું છું. ઘણીવાર સાવજ રોડ પર આવતા હોય છે અને નેશ વિસ્તારના માલધારીઓ પણ જ્યારે એ રોડ પરથી પસાર થતા હોય ત્યારે સિંહ બાજુની સાઈડમાંથી નીકળી જાય છે.
અમારી રોજિંદી કામગીરી સિંહની મુમેન્ટ પર ધ્યાન આપવાની: ટ્રેકર
વાઇલ્ડ ઓફ ડિવિઝનના ટ્રેકર ઈમ્તિયાઝ બલોચ gnews24x7 સાથેની વાતચીતમાં જણાવે છે કે, અમારી રોજિંદી કામગીરી વહેલી સવારે ઊઠીને જંગલ વિસ્તારમાં જવાની હોય છે. જેમાં સિંહોના ફુટ પોઇન્ટ જોવા, સિંહ કઈ દિશામાં જાય છે અને અલગ અલગ પ્રકારની સિંહની મુમેન્ટ પર ધ્યાન રાખવાનું હોય છે.
આ રીતે જાણી શકાય છે સિંહોનું લોકેશન
ઈમ્તિયાઝ બલોચે વધુમાં જણાવ્યું કે, ઘણીવાર સિંહે શિકાર કર્યો હોય ત્યારે કાગડાના અને બીજા પક્ષીઓના અવાજ પરથી પણ સિંહ કઈ જગ્યાએ છે તે નક્કી કરી શકાય છે. એવી પરિસ્થિતિમાં બાયનો કિલર તેમજ ટેકનિકલ ટીમની મદદ દ્વારા સિંહનું લોકેશન જાણી શકાય છે અને તેમાં પણ ખાસ સિંહ કોઈ પરિસ્થિતિમાં ગંભીર થયો નથી તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. સિંહ સાથે વર્ષોથી અમારી ગાઢ મિત્રતા છે, કારણ કે અમારું રોજીંદુ કામ જ સિંહ સાથે રહેવાનું હોય છે. ક્યારેક અચાનક રોડ પર જતા હોય અને સિંહ સામે મળે ત્યારે સિંહ તેમની રીતે સાઈડમાંથી નીકળી જાય છે અને કોઈ પ્રકારનો હુમલો કરતા નથી.