એક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા SG હાઇવે ઉપર સર્વિસ રોડમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન દબાણ કરી અને જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ હેવમોર આઈસ્ક્રીમ, મૂડલીફટ નામની ફૂડ મોબાઈલ વાન અને ઘાટલોડિયા વિસ્તારમાં આઈ મેટ ચશ્માઘરને સીલ કરી હતી. 64 જેટલી જગ્યાઓને ચેક કરી 23ને નોટિસ આપવામાં આવી હતી. 5.5 કી.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 38,700 દંડ વસુલયો છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.
ચિત્તોડગઢ જવા વાળી ટ્રેન નરોડા રેલવે સ્ટેશનથી ઉપડશે
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ ડિવિઝનના અસારવા રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થવાનું છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ભૂમિપૂજન થશે. જેના પગલે અસારવા રેલવે સ્ટેશન પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારે 10:00 વાગ્યા કાર્યક્રમ યોજવાનો છે. જેથી એક દિવસ માટે અસારવા-ચિત્તોડગઢ સ્પેશિયલ ટ્રેન ન ઉપડવાના સ્ટેશનમાં બદલાવ કરવામાં આવ્યો છે. અસારવા રેલવે સ્ટેશનની જગ્યાએ ચિત્તોડગઢ જવા વાળી ટ્રેન નરોડા રેલવે સ્ટેશનથી ઉપડશે. જે અંગે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવી છે.
.