સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત શારજાહ ફલાઇટને એવરેજ 90% લોડ મળી રહ્યો હતો અને તેની ફ્રિક્વન્સી વધારવા ઘણા સમયથી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી. જેથી હવે એર ઈન્ડીયા એક્સપ્રેસ દ્વારા સુરતથી શારજાહ ફ્લાઇટ 5 દિવસ કરી દેવામાં આવી છે.
પાંચ દિવસ ફ્લાઇટ સાથે નવો સમય
હાલ સુરતથી શારજાહ ફ્લાઇટનું સુરતથી 3 દિવસ ઓપરેશન ચાલી રહ્યું છે. વિન્ટર શેડ્યુલ 28 ઓકટોબરથી એર ઈન્ડીયા એક્સપ્રેસ નવા સમયની સાથે 5 દિવસ ઓપરેશન કરશે. હવે સુરતથી શારજાહની ફ્લાઇટ રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એમ પાંચ દિવસ ચાલશે. જેનો નવો સમય સાંજે 18.10 ઉપડશે અને સાંજે 17.10 આવશે.
જુલાઈમાં પેસેન્જરની સંખ્યામાં વધારો
જુલાઈ મહિનામાં દુબઈ તરફ જતા મુસાફરોની સંખ્યા વધી. સુરત એરપોર્ટ ઉપરથી સુરતથી શારજાહ ફ્લાઈટ શરૂ થઈ છે ત્યારથી સરેરાશ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. શરૂઆતમાં એકથી બે ફ્લાઈટ સુરતથી જતી હતી, જેની સંખ્યા વધીને એક સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ જાય છે. શાહજાહથી સુરત આવતા પેસેન્જરની સંખ્યા જુલાઈ મહિનામાં 2,337 નોંધાય છે અને સુરતથી શારજાહ જતા મુસાફરોની કુલ સંખ્યા 2,170 નોંધાય છે. સપ્તાહમાં ત્રણ વખત જતી ફ્લાઈટ લગભગ મુસાફરોથી ભરેલી હોય છે. ફ્લાઈટને કારણે સુરતી વેપારીઓને થોડી રાહત થઈ છે.
ડાયમંડ સહિતના વેપારીઓ માટે સુવિધા
સુરત ઔદ્યોગિક શહેર હોવાને કારણે દુબઈ અને શારજાહ સાથે સીધી રીતે કનેક્ટ થવાથી વેપારની દ્રષ્ટિએ ખૂબ જ લાભ થાય છે. જો કે, જે પ્રકારની સુરતની ડિમાન્ડ છે તેની સામે હજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખૂબ જ ઓછી છે. આવનાર દિવસોમાં જ્યારે ડાયમંડ બુર્સનો ઓપનિંગ થઇ જશે ત્યારે વિદેશથી આવનાર લોકો અને સુરતથી વિદેશ જનાર લોકોમાં નોંધનીય રીતે વધારો થઈ શકે છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારથી જ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવામાં આવે તેમજ બહારથી આવતા ખરીદારો માટે પણ સરળતા રહે તેવી વ્યવસ્થા કરવાની તાકીદે જરૂરિયાત છે.
.