લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં પોપડા પડતા હોવાનો gnews24x7ે અહેવાલ રજૂ કર્યો, ઉચ્ચ અધિકારીઓનું ઇન્સ્પેકશન; રીપેરિંગ કામ શરૂ કરાયું | Divya Bhaskar presented report on crusting in Lakhajiraj Boys Hostel, inspection by higher officials; Repairing work started

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Divya Bhaskar Presented Report On Crusting In Lakhajiraj Boys Hostel, Inspection By Higher Officials; Repairing Work Started

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

બે દિવસ પહેલા રાજકોટની લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ gnews24x7 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં છતમાંથી પોપડા અને પાણી પડતા હોવાથી ભાવિ ડોક્ટરોનાં જીવ જોખમમાં મુકાયા અંગેની હકીકત દર્શાવતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના ત્વરિત પડઘા પડ્યા છે અને ઘોરનિંદ્રામાં સુતેલુ તંત્ર સફાળું જાગી તાત્કાલિક અસરથી લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં રીપેરીંગ કામગિરી શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઇન્સ્પેકશન માટે પહોંચ્યા હતા. હાલ gnews24x7ના આ અહેવાલને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતાઓ બિરદાવી આભાર વ્યક્ત કરી રહ્યા છે.

લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ જર્જરિત
તાજેતરમાં જામનગર અને જૂનાગઢમાં જર્જરિત મકાન પડવાની ઘટનામાં 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ 1940માં બનેલી લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અહીં છતમાંથી પોપડા ખરતા 5 જેટલા રૂમ સાવ જર્જરિત બન્યા છે. તેમજ અન્ય કેટલાક રૂમોમાં પાણી પડી રહ્યા હોવાથી જૂની-પૂરાણી હોસ્ટેલમાં રહી મેડિકલનો અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. આ અંગેની જાણ થતાં કોંગ્રેસ દ્વારા અહીં રહેતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી આ હોસ્ટેલનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી. જેનો અહેવાલ gnews24x7માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

MBBS પ્રથમ વર્ષના 100 વિદ્યાર્થીઓ
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં હાલ એમ.બી.બી.એસ. પ્રથમ વર્ષના 100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. છતાં આ હોસ્ટેલમાં 5 રૂમ ડેમેજ છે. 4 દિવસ પહેલા જ એક રૂમમાં છતમાંથી પોપડા પડ્યા હતા. જો કે, સદભાગ્યે તે સમયે તે રૂમમાં કોઈ નહીં હોવાને કારણે જાનહાની થઈ નહોતી. આ ઉપરાંત અહીંનાં 62 રૂમો પૈકી 50 રૂમમાં 100 વિદ્યાર્થી રહે છે. છતાં બધા વચ્ચે માત્ર બે જ ટોયલેટ છે. અને ત્યાં પણ ગટરના ગંદા પાણી ઉભરાઈને બહાર આવ્યા છે. બે જ ટોઇલેટ હોવાથી સવારના સમયે ન્હાવા-ધોવા માટે કતાર લગાવવી પડે છે.

સફાઈના અભાવે મચ્છરોનો અસહ્ય ત્રાસ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોબીમાં ચાર દિવસે તો રૂમોમાં સફાઈ જ થતી નથી. તેમજ હોસ્ટેલ આસપાસ ઝાડ અને સફાઈના અભાવે મચ્છરોનો અસહ્ય ત્રાસ છે. જેને લીધે હોસ્ટેલમાં રહેતા બે તબીબી વિદ્યાર્થીને ડેન્ગ્યુ થઇ ગયો હતો. પીવાના પાણી માટે વિધાર્થીઓ સ્વખર્ચે કેરબા મંગાવે છે. હોસ્ટેલમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી એક રૂમ દીઠ બે વિદ્યાર્થીઓ વચ્ચે દરરોજ એક કેરબો મંગાવે છે. ત્યારે વિદ્યાર્થીઓની સમસ્યાનો તત્કાલ નિકાલ લાવવો જરૂરી છે. અને આ મુદ્દે મેડિકલ કોલેજનાં ડીન સહિતનાને રજુઆત કરવામાં આવશે. તેમજ જો આ સમસ્યાનું એક સપ્તાહમાં નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે માત્ર બે દિવસમાં હોસ્ટેલમાં રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *