ભુજ42 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મુખ્ય અધિકારીન શરમ નડે છે કે નગરસેવકોનું દબાણ ?
ભુજ નગરપાલિકાઅે બુધવારે ભીડ ચોક, સરપટ નાકું અને મટન માર્કેટ પાસે કાચા પાકા 25 જેટલા દબાણો તોડી પાડ્યા હતા. જોકે, સ્ટેશન રોડ ઉપર અેસ.બી.અાઈ.ના દરવાજા પાસેના દબાણોને 3 દિવસની નોટિસ અાપ્યા બાદ 5 દિવસે કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેથી બક્ષી દેવાયાની અટકળો થઈ હતી, જેમાં મુખ્ય અધિકારીને શરમ નડે છે કે પછી નગરસેવકોનું દબાણ થાય છે અેવો પ્રશ્ન પણ ચર્ચામાં રહ્યો હતો.
દબાણ હટાવ કામગીરીમાં નગરપાલિકાની ભૂમિકા હંમેશા શંકાના દાયરામાં રહી છે. કોઈ વાતે વાત ન બને તો અેકલદોકલના દબાણો પણ હટાવી લેવાય છે. પરંતુ, અનેક ફરિયાદો છતાં કેટલાક દબાણો બક્ષી દેવામાં અાવે છે. કંઈક અેવી જ પરંપરાગત કામગીરી બુધવારે પણ ચાલુ રહી હતી, જેમાં અેન.યુ.અેલ.અેમ. શાખાના મેનેજર કિશોરભાઈ શેખાના જણાવ્યા મુજબ ભીડચોક, સરપટ નાકું અને મટન માર્કેટમાં જે.સી.બી., ટ્રેકટર અને મજુરોને લઈને ધસી ગયેલી ભુજ નગરપાલિકાની ટીમે 25 જેટલા દબાણો તોડી પાડ્યા હતા.
.