રાજકોટમાં અભયમ ટીમે પરિણીતાનું સાસરિયા સાથે પુન:મિલન કરાવ્યું, કાઉન્સેલિંગ કરી ઘરમાં ઝઘડો કર્યા વિના સૌ ને હળીમળીને રહેવા સમજાવ્યું | In Rajkot, Abhayam team reunited the wife with her in-laws, counseled them and convinced them to live together without quarrels in the house.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Abhayam Team Reunited The Wife With Her In laws, Counseled Them And Convinced Them To Live Together Without Quarrels In The House.

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પીડિતાએ 181 હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે, તેના પતિ અને સાસુએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. પીડિતાને સાસરે જ રહેવું હોવાથી તેને પતિ અને સાસુને સમજાવવા માટે 181 અભયમ ટીમની મદદ માંગી હતી. જેથી, અભયમ ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા અને ડ્રાઇવર વિજયભાઈ ચાવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પતિ અને સાસુએ મહિલાને પરિવાર અંગે મેણાટોણાં માર્યા
અભયમ ટીમના કાઉન્સિલેરે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પીડિતાના માતા-પિતા પંજાબમાં રહે છે અને તે સાસરિયામાં પતિ, દિયર, સાસુ અને સસરા સાથે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પીડિતાના લગ્ન સગા મામાના દીકરા સાથે થયા છે. પીડિતાની દોઢેક વર્ષની દીકરી બાબતે પતિ તેને ખીજાઇને અપશબ્દો બોલવા લાગ્યા અને સાસુએ મહિલાને પરિવાર અંગે મેણાટોણાં માર્યા હતા. ત્યાર બાદ પતિ અને સાસુએ તેને ઘરમાંથી બહાર કાઢી મુકયા હતા.

સમગ્ર પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો
પીડિતાની સમસ્યા જાણ્યા બાદ અભયમ ટીમે સાસરિયાનું કાઉન્સેલિંગ કરીને ઘરમાં ઝઘડો કર્યા વિના સૌને હળીમળીને રહેવા સમજાવ્યું હતું. આથી, મહિલાના પતિએ તેની માફી માંગી હતી તેમજ સાસુએ ભૂલ સ્વીકારીને હવે વહુને હેરાન નહીં કરે, તેવી ખાતરી આપી હતી અને સમગ્ર પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *