વડોદરા34 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોડી રાત્રે નાસ્તો કરવા માટે નિકળેલી કોલેજીયન બે બહેનો પૈકી એકને કૂતરું કરડતા વડોદરામાં સારવાર માટે આવી હતી. વડોદરાથી અજાણ બે બહેનોની વાઘોડિયા રોડ ઉપર ચાર યુવકોએ છેડતી કરી હતી. આ બનાવમાં પોલીસે તમામ ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સારવાર માટે આવ્યા હતા
આ બનાવની વિગત એવી છે કે એમ.એસ.સી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને તેની બહેન મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે હોટલમાં નાસ્તો કરવા માટે નિકળ્યા હતા. તે સમયે નાની બહેનને કૂતરું કરડ્યુ હતું. આથી બંને બહેનો વડોદરા દવાખાનામાં સારવાર માટે આવ્યા હતા. પરંતુ, વડોદરાથી અજાણ અને હોસ્પિટલ ન મળતા પરત તેઓ વાઘોડિયા પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં જવા રવાના થયા હતાં.
મધરાતે બનાવ બન્યો
બંને બહેનો રાત્રે 2 વાગ્યાના સુમારે વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર પાસેથી પસાર થઇ રહ્યા હતાં. દરમિયાન રોડ ઉપર ઉભેલા ચાર યુવાનોએ તેઓને રોકી અપશબ્દો બોલી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી યુવતીઓએ પોલીસને બોલાવવાની વાત કરતા એક યુવાન ભાગી ગયો હતો. તે બાદ અન્ય ત્રણ યુવાનોએ છેડતી શરૂ કરતાં યુવતીઓએ પોલીસને જાણ કરતા પાણીગેટ પોલીસ આવી પહોંચી હતી અને ત્રણ યુવાનોને સ્થળ ઉપરથી અને ચોથાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
પાણીગેટ પોલીસે ઝડપી પાડેલા ચાર યુવાનોમાં દિપક નારાયણ દેશપ્રતાપ (રહે. અનંતા શુભલક્શમી, ખટંબા, વડોદરા), અભિષેક મુકેશભાઇ ધોબી, (રહે. અમીદર્શન સોસાયટી, વાઘોડિયા રોડ,), ગુજન રાજેશભાઇ ધોબી (રહે. શૈલેષ નગર, ઉકાજીના વાડીયા પાસે,વાઘોડિયા રોડ, વડોદરા) અને વિશાલ મહેશભાઇ ગોહિલ (રહે. શંકરપુરા ગામ, વડોદરા.)નો સમાવેશ થાય છે. પાણીગેટ પોલીસે ચારે સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
.