- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Accused Who Killed Girl Child After Rape Sentenced To Death; The Commissioner Said This Death Sentence Is A Precedent Judgment In The Society
સુરત43 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરતમાં સચિન સ્થિત ક્પ્લેથા ગામે પોણા બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર આરોપીને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટના આ ચુકાદા બાદ સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, આ ફાંસીની સજા સમાજમાં એક દાખલા રૂપ ચુકાદો છે. આ કેસમાં પોલીસ સહિત સ્થાનિક ગ્રામવાસીઓનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો. પોલીસે 11 દિવસમાં 413 પાનાની ચાર્જ શીટ કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે સરકારી વકીલે 11 મહિનામાં જ કેસને ચુકાદા સુધી પહોંચાડી દીધો હતો.
સચિનમાં બાળકી સાથે ગંભીર બનાવ સામે આવ્યો હતો
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 8 વાગ્યાની આસપાસ સચિન સ્થિત ક્પ્લેથા ગામે વેફર અપાવાના બહાને આરોપી પોણા બે વર્ષની બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાદમાં બાળકીને અવાવરું જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. આ ખુબ જ ગંભીર બનાવ હતો. પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. પોલીસે આખા વિસ્તારમાં આખી રાત આરોપીની શોધખોળ કરી હતી. ત્યારે આ દરમિયાન સ્થાનિક ગામવાસીઓએ પણ પોલીસને ખુબ જ મદદ કરી હતી. આરોપી સુરત છોડીને ભાગે તે પહેલા જ મોડી રાત્રિએ ઝડપી પાડી ધરપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર.
પોલીસે 11 દિવસમાં 413 પાનાની ચાર્જ શીટ રજૂ કરી હતી
ધરપકડ બાદ ખુબ જ ઝડપી રીતે વૈજ્ઞાનિક ઢબે તમામ પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. મેડીકલ પુરાવા, એફએસએલ પુરાવા, બધી ટેક્નીકલ રીતે પણ તપાસ કરવામાં આવી હતી. આ બનાવ ખુબ જ ગંભીર હતો. આ કેસમાં ડીસીપી ભાવના પટેલની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જેમાં એસીપી સહિતના અધિકારીઓ પણ હતા. આ કેસમાં 11 દિવસમાં 413 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ઝડપી ચાર્જશીટ કરવામાં એફએસએલ અને મેડીકલ ટીમની કામગીરીની પણ ખુબ જ મહત્ત્વની રહી હતી.
સુરત જિલ્લા સરકારી વકીલની મહેનત રંગ લાવી
જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ પણ વિશેષ રીતે ધ્યાન આપીને આ કેસમાં ખુબ જ મહેનત કરી હતી. પરિણામે આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા ફરમાવી છે. આ ઉપરાંત બાળકીના પરિવારને 10 લાખની સહાય પણ આપવામાં આવી છે. આ ફાંસીની સજાનો ચુકાદો સમાજમાં એક દાખલા રૂપ ચુકાદો છે. જેના થકી લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ વધશે તેમજ જે લોકોના મગજમાં વિકૃતિ છે. તેઓને બોધપાઠ પણ મળશે તેના મગજમાં કાયદો અને ન્યાયતંત્રની બીક પણ રહેશે.
2022-23માં સુરત સિટીમાં 7 ફાંસીની સજા સંભળાવાઈ
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વર્ષ 2022 અને 23માં સુરત સીટી પોલીસ દ્વારા અને જિલ્લા સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટમાં ધારદાર દલીલોના પરિણામે અત્યાર સુધીમાં કુલ 7 ફાંસીના ચુકાદાઓ આવ્યા છે. આ ઉપરાંત આજીવન કેદના પણ 6 કેસમાં ચુકાદા આવ્યા છે. 23 કેસોમાં 20 વર્ષની કેદનો ચુકાદો આવ્યો છે. પોલીસ, ન્યાય તંત્રની ધાક સમાજમાં હોવી જોઈએ, ખોટું કરવા વાળા ગુનેગારોના મગજમાં આ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ કે ખોટું કરશો તો કાયદો કાયદાનું કામ કરશે અને ગંભીર પરિણામો કાયદા મુજબ ભોગવવાની તૈયારી રાખવી પડશે.
.