અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઇનસેપ્તમ બિલ્ડિંગના રિનોવેશન સમયે દીવાલ અચાનક ધરાશાયી, મજૂર દટાયો, ફાયરે બહાર કાઢ્યો તો મૃત નીકળ્યો | During the renovation of Inceptum building on Bhopal-Ambli road in Ahmedabad, the wall suddenly collapsed, the laborer was buried, he was found dead when he was pulled out by fire.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • During The Renovation Of Inceptum Building On Bhopal Ambli Road In Ahmedabad, The Wall Suddenly Collapsed, The Laborer Was Buried, He Was Found Dead When He Was Pulled Out By Fire.

અમદાવાદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના બોપલ-આંબલી રોડ ઉપર મોડી રાતે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ઇનસેપ્તમ નામની બિલ્ડીંગમાં રિનોવેશન દરમ્યાન ત્રીજા માળે દીવાલ ધરાશાયી થતાં એક મજૂર તેની નીચે દટાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ફાયર બ્રિગેડએ કાટમાળ ખસેડી અને આ યુવકને બહાર કાઢ્યો તો જોકે ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી આગળ હાથ કરી છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બોપલ આંબલી રોડ ઉપર ઇનસેપ્તમ નામના બિલ્ડીંગમાં એક દિવાલ ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિ દટાયો છે. જેના પગલે બોપલ ફાયર સ્ટેશનના અધિકારી સાધનો સાથે પહોંચ્યા હતા. એક યુવક દીવાલના કાટમાળ નીચે દટાયેલો હતો તેને બહાર કાઢી અને હોસ્પિટલ મોકલ્યો હતો. મળતી માહિતી મુજબ ઇનસેપ્તમ નામની બિલ્ડીંગમાં રીનોવેશન ચાલતું હતું તે દરમ્યાન આ ઘટના બની હતી. મૃતકનું નામ શ્યામલાલ ડોડીયા(ઉ.વ.30) છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. દિવાલ કઈ રીતે ધરાશાયી થઈ તે અંગે પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *